કોરોનાને કારણે મોટાભાગના લોકોની માનસિકતામાં થયા ચોંકવનારા ફેરફારો, જાણી તમે પણ કહેશો વાત તો સાચી છે!

કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.

કોરોનાની સેકન્ડ વેવથી માનસિક અસરો પણ વધી છે. લોકોમાં તણાવ અને ચિંતાનું પ્રમાણ વધતાં ટેસ્ટ કરાવવા કે નહીં? હોસ્પિટલમાં સારવાર લેવી કે ઘરે? તથા ઈન્જેક્શન મુકાવવા નહીં? જેવા પ્રશ્નો માટે મનોચિકિત્સકની સલાહ લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનની ચિંતાના કારણે કોર્પોરેટ સાથે સંકળાયેલા પદાધિકારીઓ અને 17થી 35 વયના યુવાઓમાં સૌથી વધુ તણાવ વધ્યો હોવાનો મત તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

કોરોના થઈ જવાના ભયથી લોકોમાં ચિંતા અને તણાવનું પ્રમાણ વધ્યું છે. કોરોના થાય તો તેના ખર્ચને પહોંચી વળવાથી લઈને કોરોના પછીની અસરને લઈને ખાસ ચિંતા વધી છે. તેમાં પણ નોકરિયાત વર્ગમાં કાર્યભાર વધી જવાથી તણાવ અને ચિંતા વધી હોવાનું શહેરના સાયકોલોજીસ્ટ અને સાઈક્યિાટ્રીસ્ટ દ્વારા જાણવા મળ્યું છે. જેના કારણે કોરોનાનો ટેસ્ટ કરાવવો કે નહીં? કોરોનાના સામાન્ય લક્ષણ હોવા છતાં હોસ્પિટલમાં સારવાર લેવી કે નહીં? ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલા ઈન્જેકશન લેવાની સાથે કોરોનાની વેક્સિન લેવી કે નહીં? જેવા નિર્ણયો માટે પણ મનોચિકિત્સકની સલાહ લેવાની શરુ કરવામાં આવી છે.

રાત્રે બહાર ફરવાનું બંધ થતાં યુવાનોના ઘરમાં ઝઘડા વધ્યા
રાત્રિ કરફ્યુના કારણે કેટલાંક યુવાનોને રાત્રે હરવા-ફરવાનું બંધ થયું છે. તજજ્ઞ જણાવે છે કે, એક કેસ એવો પણ આવ્યો કે રાત્રે બહાર ફરવાનું બંધ થતાં માતા-પિતા સાથે ઝઘડા વધી ગયા હતા. એટલે હદ્દ સુધી ઝઘડા વધ્યા કે ઘરનો સામાન પણ તોડફોડ કરવાનું શરુ કર્યુ હતું. કાઉન્સિલિંગમાં આવું એક ગ્રુપ નશીલા દ્વવ્યોનું આધિન હોવાથી કરફ્યુના કારણે નશો નહીં કરી શકતાં તેને માનસિક અસર થવાનું સામે આવ્યું હતું.

કોરોના થવાના ભયથી ચીડિયાપણું-ગુસ્સો વધ્યો
હાલ લોકો કોરોના થઈ જવાથી ડરે છે. તેમાં પણ મુખ્ય ડર કોરોના થશે અને અમે હોસ્પિટલમાં જઈશું તો એક્સિજન કે વેન્ટિલટર મળશે કે નહી તેનો છે. કોરોના થવાના ડરથી લોકોમાં ચિડીયાપણુ, ગુસ્સો અને બેચેની વધી છે.

રસી લીધી હોવાની પૂચ્છા થતાં પણ તાણ વધ્યું
ટેસ્ટ કરાવવો, હોસ્પિટલમાં સારવાર લેવી કે નહીં જેવા પ્રશ્નો વારંવાર કોલ કરીને પૂછવામાં આવી રહ્યા છે. 17થી 35 વર્ષના અને કોર્પોરેટ સેક્ટરના લોકોમાં કોરોનાના કેસ અને કાર્યભારને લઈને તણાવ વધ્યું છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, દુકાનદાર કે વેપારી વર્ગને વારંવાર રસી લીધી હોવાની પૂછપરછ થતાં પણ તાણ વધ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *