હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ભારત સહિતનાં અન્ય દેશોમાં પણ કોરોનાનું પ્રમાણ સતત વધતું જ જાય છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે ઘણીબધી કંપનીઓએ કોરોનાની રસી શોધવા માટેનાં ઘણાં પ્રયાસો પણ કર્યાં છે. ત્યારે WHO તરફથી પણ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યાં છે.
WHO એ જણાવતાં કહ્યું છે, કે વર્ષ 2021 પહેલા કોરોનાની રસી બનવાની કોઈ આશા જ વધી નથી. જેને લીધે WHO એ જણાવતાં કહ્યું છે, કે સંશોધકોએ કહ્યું છે, કે આપણને જો કોરોના વેક્સીન બનાવવામાં સફળતા મળી પણ ગઈ તો પણ નવા વર્ષના શરૂઆતના દિવસો પહેલા એ ઉપલબ્ધ થવાની કોઈ જ આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.
WHOનાં કાર્યકારી નિર્દેશક માઈક રેયાને જણાવતાં કહ્યું છે કે, કોરોના મહામારીની રસી બનાવવામાં ભલે થોડું મોડું થઈ જાય પરંતુ સાવધાની રાખવામાં કોઈપણ કસર ના રહેવી જોઈએ. હાલમાં કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું એ સૌથી મહત્વનું છે.
ભારત સહિતનાં વિશ્વમાં કોરોના વાયરસની વેક્સીન મેળવવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. સંશોધકો અને વૈજ્ઞાનિકો પણ કોરોનાની રસીને બનાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે, અને ઘણાં દેશોમાં તો કોરોના વાયરસની વેક્સીન પર હ્યુમન ટ્રાયલની પણ શરૂઆત થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.