સમગ્ર ભારત દેશમાં કોરોનાની સંખ્યા વાયુવેગે વધી રહી છે. દિવસેને દિવસે આંકડો વધી રહ્યો છે અને લોકોનો શિકાર કરી રહ્યો છે. કોરોના બાબતે સૌથી વધારે ગંભીર પરિસ્થતિ આપડા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની છે. જ્યાં ગણતરીની સેકન્ડોમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે. મહારાષ્ટ્રનું હ્રદય ગણાતા મુંબઈ માંથી પણ પોઝિટિવ કેસો વધી રહ્યા છે. હવે મુંબઈ પોલીસે પણ મંગળવારના રોજ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, મુંબઈના પી-નોર્થ વોર્ડમાંથી 70 કોરોના ગ્રસ્ત દર્દીઓ લાપતા થઇ ગયા છે.
ભાગી ગયેલા આ દર્દીઓ છે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની ખાતરી મુંબઈ પોલીસ પ્રવક્તા DCP પ્રણય અશોકે કરી લીધી છે. મુંબઈના પી-નોર્થ વોર્ડમાંથી લાપતા થયેલા તમામ કોરોના ગ્રસ્ત દર્દીને શોધવા માટે બૃહદ મુંબઈ મહાનગર પાલિકાએ પોલીસ પાસે મદદના હાથ લંબાવ્ય છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર BMCએ મુંબઈ પોલીસને જાણકારી આપી હતી. આ 70 લોકો છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયા છે. મુંબઈના પી-નોર્થ વોર્ડમાં આ તમામ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ લાપતા થઈ ગયા હતા.
મુંબઈ પોલીસ પાસે આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોબાઈલ લોકેશન અને CDRની મદદથી શોધવા માટે મદદ માંગી છે. મુંબઈના પી-નોર્થ વિસ્તાર મલાડ જેવો છે. જ્યાં કોરોના પોઝિટિવ કેસ તથા દર્દીઓની સંખ્યા એકાએક વધી રહી છે. આ સાથે હવે મુંબઈની હાઈ રાઈઝ બિલ્ડિંગ પણ ચિંતાનું કારણ બની રહી છે. બે મહિનાના અથાક પ્રયત્નો બાદ મુંબઈના સૌથી પછાત ગણાતા વિસ્તાર એવા ધારાવીમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.જ્યારે હાઈ રાઈઝ બિલ્ડિંગમાંથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર સોસાયટી કે ઈમારત સીલ કરી દેવામાં આવે છે. આવી બહુમાળી ઈમારતમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ઘણીબધી સોસાયટીમાં કોઈપણ નિયમોનું કોઈ રીતે પાલન થતું નથી. એના કારણે કેસોમાં બમણો વધારો થઇ રહ્યો છે અને કોર્પોરેશનની ચિંતા વધી રહી છે. મુંબઈ પોલીસે જુદા જુદા વિસ્તારમાં એક ખાસ ટીમ બનાવીને આ લોકોને શોધવાની તજવીજ શરૂ કરી દીધી છે. આ ઘટના સામે આવતા જ અંદરોઅંદર રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ચૂકી છે. આ ઘટનાએ જાણે વિપક્ષને મોકો આપ્યો હોય એમ વિપક્ષ અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. મુંબઈ પોલીસ આ તમામ લોકોના સ્વજનો તથા સંબંધીઓની પણ પૂછપરછ કરશે. પહેલા પણ મુંબઈની હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ થઈ જવાની ઘટના લોકો સામે આવી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news