તમે જાણતા હશો કે ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ ચુક્યા છે. અને આ આંકડો વધે તેવી સંભાવનાઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 23 જેટલા પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને તેમાંથી ત્રણના મોત પણ થઈ ગયા છે. જો કે હવે રાહતના સમાચાર પણ આવવા લાગ્યા છે. રવિવારે કોરોના વાઇરસની મહિલા દર્દી સ્વસ્થ થઈ જતા તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આજે વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધને રજા આપવામાં આવી છે. બને દર્દીઓને 20 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.
ગુજરાત ની પ્રથમ કોરોના પોઝેટીવ દર્દી બન્યા બાદ સારવાર લઈ કોરોનાને માત આપનાર પ્રથમ વ્યક્તિ બનનાર યુવતી એ સોશયલ મીડિયા પર લોકો નો આભાર વ્યક્ત કર્યો. પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી યુવતી માટે પ્રાર્થના કરનાર સેવા કરનાર ડોકટરો સહીત તમામ શુભચિંતક નો આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ અન્ય લોકો પણ જે કોરોના ની બીમારી થી પીડાઈ રહ્યા છે, તે પણ આ રોગ થી લડી જલદી સાજા થઈ જઈ તેવી પ્રાર્થના કરી.
સુરત ની રીટા બચકાનીવાલાના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ગત રોજ નવી સિવિલ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. રજા મળ્યા બાદ રીટા એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને આવી રીતે આભાર વ્યક્ત કર્યો હતો. રીટા બચકાનીવાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે,” કૃતજ્ઞતા. અમે એક મોટા પ્લાનનો ભાગ છીએ જેની અમને ખબર નથી.
https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/