ફરી વાર લોકડાઉન જેવી સ્થિતિ ન આવે… છેલ્લા 24 કલાકમાં ભારતમાં નોંધાયા 335 નવા કોવિડ કેસ, 5 લોકોના મોતથી મચ્યો હાહાકાર

Coronavirus New Variant 5 deaths: કોરોના વાયરસે ફરી એકવાર ભારતથી લઈને સિંગાપોર સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડના 300 નવા…

Coronavirus New Variant 5 deaths: કોરોના વાયરસે ફરી એકવાર ભારતથી લઈને સિંગાપોર સુધી દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા છે. ચેપને કારણે 5 લોકોના મોત(Coronavirus New Variant 5 deaths) થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં, ચાર દર્દીઓ ફક્ત કેરળના હતા, જ્યારે એક ઉત્તર પ્રદેશનો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે પછી સક્રિય કેસ વધીને 1,701 થઈ ગયા છે. દરમિયાન, કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ની પણ પુષ્ટિ થઈ છે.

અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મોત

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 50 લાખ 4 હજાર 816 કેસ નોંધાયા છે. તે જ સમયે, વધુ 5 દર્દીઓના મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 316 થઈ ગયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4 કરોડ 44 લાખ 69 હજાર 799 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશનો રિકવરી રેટ 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

સબ વેરિઅન્ટ સિંગાપોરથી પરત ફરતી વ્યક્તિમાં પણ જોવા મળ્યો

ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. 8 ડિસેમ્બરે, કેરળમાં કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું. જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. અગાઉ, સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN.1 સબ-વેરિયન્ટ મળી આવ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.

ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે કેરળમાં કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1 નો કેસ પણ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ 79 વર્ષીય મહિલાનું RT-PCR પરીક્ષણ પરિણામ આવ્યું હતું, જેમાં તેને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19માંથી સ્વસ્થ પણ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *