કોરોના વાઈરસને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે બી અને સી શ્રેણીના 50% કર્મચારી રોજ કાર્યાલય પર આવશે અને બાકીના બચેલા ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કર્મચારીઓના કામના કલાકોમાં બદલાવ કરી શકવામાં આવે છે. આ આદેશ કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય જાહેર કર્યો છે.
50 percent of Group B and C employees are required to attend office every day, and the remaining 50 percent of staff should be instructed to work from home. Working hours of the employees should be altered: Union Ministry of Personnel, Public Grievances and Pensions #Coronavirus pic.twitter.com/hZ1fiWTuoi
— ANI (@ANI) March 19, 2020
અહીંયા વાંચો મંત્રાલયનો આદેશ
આદેશ અનુસાર તમામ કર્મચારીઓ વારાફરતી ઘરેથી અને ઓફિસથી કામ કરશે. કર્મચારીઓ પર આ આદેશ 4 એપ્રિલ સુધી લાગુ રહેશે.તેમજ જે કર્મચારીઓ કોરોના વાયરસના કામ સાથે જોડાયેલા છે તેમના ઉપર આ આદેશ લાગુ નહીં થાય. તેઓ રાબેતા મુજબ પોતાનું કાર્ય શરુ રાખી શકે છે.
કોરોનાના ડર વચ્ચે આવી રાહત ભરી ખબર
કોરોનાના ડર વચ્ચે ભારત માટે રાહત ભરી ખબર સામે આવી છે. સામાન્ય લોકોના અચાનક લેવામાં આવેલ 826 નમૂનાઓ નેગેટિવ આવ્યા છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ કહ્યું કે અચાનક એટલે કે અનિયમિત રીતથી લેવામાં આવેલ 826 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, તેમાંથી એક પણ નમૂનો પોઝીટીવ આવ્યો નથી. તમામ સેમ્પલો નેગેટિવ માલૂમ પડ્યા છે.
દેશના અલગ અલગ વિભાગોમાં થી લગભગ 1000 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 826નો રિપોર્ટ સામે આવ્યો છે. ભારતમાં હજુ કોરોના વાયરસ બીજા ચરણમાં છે.જેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેઓ વિદેશમાં ગયા હતા અને કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં પણ ન આવ્યા હતા જે વિદેશ ગયા હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.