હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાથી થોડા જ દિવસોમાં એવી ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની સ્થિતિ હાલ ખુબ ગંભીર બની છે. એક બાજુ અધિકારીઓ ખોટું બોલી રહ્યાં છે અને બીજી બાજુ દર્દીના મૃત્યુ થઇ રહ્યા છે.
આ દરમિયાન હાલ એક એવો કેસ સામે આવ્યો છે જેમાં પૂર્વ જીલ્લા ન્યાયાધીશ રમેશચંદ્ર કોરોના પોઝીટીવ થયા હતાં. સાથે જ તેમની 64 વર્ષીય પત્ની મધુચંદ્રાને પણ ચેપ લાગ્યો હતો. આ દરમિયાન પૂર્વ જિલ્લા ન્યાયાધીશે ડીએમથી સીએમઓ અને કોવિડ-19 કંટ્રોલ રૂમ સહિતના અન્ય અધિકારીઓને ઘણાં કોલ કર્યા હતા. પરંતુ ફક્ત વ્યવસ્થા કરવાની અને એમ્બ્યુલન્સ મોકલવાની ખોટી ખાતરી આપવામાં આવી. અ દરમિયાન ગુરુવારે સવારે આઠ વાગ્યે મધુચંદ્રાનું અવસાન થયું હતું. ત્યારે તેમની લાશ ઉઠાવવા પણ કોઈ આવ્યું ન હતું.
પૂર્વ ન્યાયાધીશ રમેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, તેમણે પોતે ડીએમથી સીએમઓ અને કંટ્રોલ રૂમના અધિકારીઓને કેટલાય ફોન કર્યા હતાં. પરંતુ દર વખતે એવું કહેવામાં આવે છે કે, ફક્ત પાંચ મિનિટ, ક્યારેક 10 મિનિટ, ક્યારેક ફક્ત 20 મિનિટ અને ક્યારેક ફક્ત અડધો કલાકમાં જ તમારા ઘરે એમ્બ્યુલન્સ પહોંચે છે. પરંતુ દોઢ દિવસ વીતી ગયા છતાં એમ્બ્યુલન્સ આવ્યું નથી.
આ સમયગાળા દરમિયાન પત્ની મધુચંદ્રાની હાલત ખૂબ જ નાજુક બની હતી. પ્રથમ દિવસે જ તેનું ઓક્સિજનનું સ્તર 80ની નીચે ગયું હતું. અમે એમ્બ્યુલન્સની રાહ જોતા રહ્યા, પરંતુ સવારે તેમણે શ્વાસ છોડી દીધો. આ દરમિયાન મૃત્યુ પછીની સવારથી જ સંબંધિત અધિકારીઓ, સ્ટાફને ડઝનેક વાર બોલાવ્યા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નથી. હવે 12:30 વાગ્યે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે.
સીએમઓ ડોક્ટર સંજય ભટનાગરે જણાવ્યું હતું કે, તેમના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતાં. પરંતુ, જ્યારે હોસ્પિટલમાં બેડ ખાલી થાય ત્યારે જ બીજા દર્દીઓ શિફ્ટ થઇ શકે છે. અમે દર્દીઓને રાત-દિવસ પ્રવેશ અપાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.