સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. ત્યારે હવે કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. જાણીએ શું છે સમગ્ર અહેવાલ…
ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રતાપગઢના સાંગીપુર પોલીસ સ્ટેશન નજીકમાં આવેલ શુક્લપુર ગામમાં લોકોએ કોરોનાના મહામારીથી બચવા સામૂહિક રીતે ફાળો એકત્ર કરીને કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અહિયાં ગામના લોકો કોરોના દેવીની પૂજા પણ કરે છે. ગામવાસીઓએ કોરોનાથી બચવા માટે કોરોના દેવીની મૂર્તિની પણ સ્થાપના કરી છે.
આ કોરોના માતાના મંદિરે દર્શન કરવા માટે આજુ બાજુના ગામના લોકો પણ આવે છે. લોકો કોરોના દેવીની મૂર્તિ સામે દીવા અને અગરબતી કરીને પ્રસાદ ચઢાવે છે અને માતાની પૂજા પણ કરે છે. જોઈએ તો કોરોના માતાની મૂર્તિને માસ્ક પહેરો અને હાથ ધોવાનો પણ સંદેશ આપવામાં આવ્યો છે.
‘Corona Mata’ temple comes up under a neem tree at a village in Pratapgarh district
“Villagers collectively decided & set up the temple with belief that praying to the deity would definitely offer respite to people from Coronavirus,” a villager said yesterday. pic.twitter.com/jA3SGU0RQE
— ANI UP (@ANINewsUP) June 12, 2021
ગામવાસીઓનો દાવા અનુસાર, કોરોના દેવીની પૂજા કરવાથી ગામમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું નથી. જયારે ગામના અનેક લોકો તેમણે અંધવિશ્વાસ માને છે. લોકો એવું માની રહ્યા છે કે માસ્ક લગાવેલી કોરોના માતાની મૂર્તિ ગામવાસીઓને કોરોનાથી બચાવી રહી છે. ગામના રહીસો કોરોના માતાની પૂજા પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.