આ દેશમાં વગર લોકડાઉન કર્યે 90% કોરોનાનો ખાત્મો- જાણો શું હતો ઉપાય

એક તરફ જ્યાં અમેરિકા-ચીન ઇટલી અને ભારત જેવા દેશો કોરોનાવાયરસ સામે ઝઝુમતા નજર આવી રહ્યા છે. તેવામાં દક્ષિણ કોરિયા એક એવો દેશ બની ગયો છે જેને વગર કોઈ વેક્સિન, એન્ટીબોડી અને LOCKDOWN વગર જ આ બીમારીમાંથી ઉપર આવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. દક્ષિણ કોરિયામાં ઘણા પ્રકારની ગાઈડ લાઇન સાથે ઓફિસ, મ્યુઝિયમ ખુલવા લાગ્યા છે. રોડ પર આમ તો ભીડ નથી જોવા મળતી પરંતુ હવે પહેલાં જેવો સન્નાટો પણ નથી દેખાઈ રહ્યો.

ચાલુ મે મહિનામાં જ સ્કૂલ ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે.દક્ષિણ કોરિયામાં કોરોનાવાયરસ થી લગભગ ૧૦,૦૦૦ કેસ થયા છે જેમાંથી ૯ હજારથી વધારે લોકો સાજા થઇ ચુક્યા છે. મેના શરૂઆતના દિવસોમાં ફક્ત 30 નવા કેસ આવ્યા છે.હકીકતમાં કોરોના થી લડવા માટે દક્ષિણ કોરિયાએ 3T મોડલનો ઉપયોગ કર્યો છે.

એનો મતલબ છે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ.

ભારતમાં કોરોનાવાયરસ અને તેનાથી થનારા રોગ ના મામલાઓ સતત વધી રહ્યા છે. અને સંક્રમિત લોકોની સંખ્યા 52 હજારને પાર થઇ ચૂકી છે. તેને રોકવા માટે સરકારે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લગાડ્યું છે.

જો કોઈ દેશ જોખમ સામે લડવા માટે તૈયાર નથી તો તેમણે લોકડાઉનની સ્થિતિમાં પાછું ફરવું પડી શકે છે. તેનો સાદો અર્થ એ છે કે સરકાર પોતાના સ્વાસ્થ્ય સમસ્યાને સારી કરે.અને તેનાથી એ હદે તૈયાર રહે કે કોઇપણ પરિસ્થિતિને સંભાળી શકે. દક્ષિણ કોરિયાએ લોકડાઉન લાગુ પડ્યું ન હતું. મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ પણ બંધ ન થયા હતા પરંતુ ટેસ્ટિંગ અને આઈસોલેશન પર ખૂબ જોર આપવામાં આવ્યું. હવે ત્યાં નવા કેસની સંખ્યા વધી રહી નથી. મ્યુઝિયમ, લાઈબ્રેરી અને ઓફિસ ખુલવા લાગ્યા છે.

દક્ષિણ કોરિયાના રોડ ઉપર પણ ટ્રાફિક સામાન્ય તો નથી થઈ રહ્યો પરંતુ પાછા  જણાવાઈ રહ્યું છે કે દક્ષિણ કોરિયાના પહેલા ચરણમાં પ્રગતિ કરી છે. 13 મે થી હાઇસ્કુલ અને 20 મેથી અન્ય સ્કૂલો ખુલશે છે. 16 માર્ચ બાદ થી દક્ષિણ કોરિયામાં એક્ટિવ કેસની સંખ્યા ઓછી થવા લાગી હતી. એપ્રિલમાં કેટલાંક દિવસે તો નવા કેસોની સંખ્યા બે કે ત્રણ જ રહી હતી. મે મહિનામાં છેલ્લા પાંચ દિવસમાં ફક્ત 30 નવા કેસ સામે આવ્યા છે. ૭મીના રોજ નવા કેસની સંખ્યા ફક્ત સાત જ હતી.ભારતે LOCKDOWN કર્યું અને 44 દિવસ વીતી ગયા બાદ પણ એક પણ દિવસ એવો નથી રહ્યો જ્યાં કેસની સંખ્યા ન વધે હોય. દક્ષિણ કોરિયામાં સ્કૂલ-કોલેજો ખુલવા લાગી છે.

દક્ષિણ કોરિયામાં અત્યાર સુધી 10,822 કેસ નોંધાયા છે. જેમાં 256 મૃત્યુ થયા છે અને 9484 લોકો કોરોનાવાયરસ સાજા થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *