માસ્ક પહેરતા પહેલા અને પછી મોટાભાગના લોકો કરી રહ્યા છે આ પાંચ ભૂલ, જાણી લો નહીતર પડી જશે મોંઘુ

Published on: 11:54 am, Sat, 24 April 21

કેટલાક લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ તેમને માસ્ક પહેરવાનું સાચું જ્ઞાન નથી. આજ કારણથી લોકો કંઈક એવી ભૂલો કરે છે જેનું પરિણામ એમને ભોગવવું જ પડે છે. આજે મે તમને જણાવશું કે, માસ્ક પહેરતા સમયે કઈ 5 ભૂલો ભારે પડી શકે છે.

1. તમે ઘણી વખત લોકોને જોયા હશે કે તે માસ્ક પહેર્યા પછી માસ્કને વારંવાર અડ્યા કરે છે. ક્યારેક નાક પરથી તો ક્યારેક મોં પરથી માસ્કને સેટ કર્યા કરતા હોય છે આ સૌથી મોટી ભૂલ છે. માસ્કના બહારના ભાગ પર સંક્રમણના વાયરસ હોઈ શકે છે જેથી માસ્કને વારંવાર અડવું જોઈએ નહીં. માસ્કને વારંવાર ઉતારવું અને પહેરવું જોઈએ નહીં કેમ કે, માસ્કને ઉતારીને એવી જગ્યાએ રાખવામાં આવે છે જ્યાં સંક્રમણ છે અને માસ્કને ફરી પહેરવાથી સંક્રમણ નાક અને મોંઢાના મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

2. કેટલાક લોકોને તમે જોયા હશે કે જે માસ્ક પહેરીને મોં તો ઢાંકી દે છે પણ તેમનું નાક ખુલ્લું રહે છે. અમેરિકાની CDCનું માનીએ તો તમારે એવી રીતે માસ્ક પહેરવું જોઈએ જેનાથી તમારા નાકની સાથે મોં અને દાઢીનો ભાગ પણ ઢંકાયેલો રહે. માસ્ક એ રીતે પહેરવું જોઈએ જે તમારા ચહેરા પર સારી રીતે ફીટ બેસતું હોય કોઈ પ્રકારની જગ્યા ન રહેવી જોઈએ. આ રીતે માસ્ક પહેરવામાં ન આવેતો સંક્રમણ થઈ શકે છે.

3. માસ્ક ઉતાર્યા બાદ કે પહેર્યા બાદ તમારે તમારા હાથ સાબુથી ધોવા જોઈએ અથવા તો સેનિટાઈઝ કરવા જોઈએ. હાથ ધોઈને માસ્કને અડવાથી કોઈ પણ જાતનો વાયરસ આપણા હાથ દ્વારા માસ્કને લાગતો નથી. માત્ર માસ્ક પહેરવું જરૂરી નથી પરંતુ સાફ માસ્ક પહેરવું પણ જરૂરી છે.

4. જો તમે એક વખત યુઝ કરીને ફેંકી દેવામાં આવતું ડિસ્પોઝેબલ માસ્ક યુઝ કરતા હોવ તો વાંધો નથી પરંતુ જો રિયૂઝવાળા માસ્ક પહેરતા હોવ તો માસ્કને ગરમ પાણીમાં ડિટર્જન્ટ નાખીને સારી રીતે સાફ કરી તડકામાં સુકવવું જોઈએ. ધોયા વગર વારંવાર માસ્ક પહેરવામાં આવે તો સંક્રમણનો ભય વધારે રહે છે.

5. ગરમીમાં પરેસાવાને કારણે લાંબા સમય સુધી માસ્ક પરસેવાથી ભીનું થઈ જાય છે. જો માસ્ક ભીનું થઈ જાય તો તરત જ તેને બદલી નાખવું જોઈએ. WHOની પણ આ જ સલાહ છે કે, ભીનું માસ્ક તમને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક નથી. આ ઉપરાંત તમારુ માસ્ક ત્રણ લેયરવાળું હોવું એ ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.