દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સોમવારે દેશમાં કોરોના ચેપની સંખ્યા 42 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 90,802 નવા કેસ નોંધાયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે.
તે જ સમયે, આ સમયગાળા દરમિયાન આ વાયરસથી 1,016 લોકો મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધીમાં 42,04,614 લોકો વાયરસની ઝપેટમાં આવ્યા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 8,82,542 છે.
India’s #COVID19 case tally crosses 42 lakh mark with a spike of 90,802 new cases & 1,016 deaths reported in the last 24 hours.
The total case tally stands at 42,04,614 including 8,82,542 active cases, 32,50,429 cured/discharged/migrated & 71,642 deaths: Ministry of Health pic.twitter.com/TKc9rQKwoc— ANI (@ANI) September 7, 2020
બીજી તરફ, એવા 32,50,429 દર્દીઓ છે જેમણે સારવાર બાદ વાયરસ ઉપર કાબુ મેળવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે જ સમયે, ભારતમાં કોવિડ -19 થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 71,642 છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ અહેવાલ આપ્યો છે કે 6 સપ્ટેમ્બર સુધીમાં 4,95,51,507 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી ગઈકાલે 7,20,362 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en