ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 37 લાખની નજીક, છેલ્લા 24 કલાકમાં 69921 નવા કેસ નોંધાયા

ભારતમાં કોવિડ-19ના કેસ 37 લાખની નજીક પહોંચી ગયા છે. મંગળવારે ફરી એકવાર કોરોના ચેપના કેસમાં ઉથલપાથલ જોવા મળી હતી. મંગળવારે એક દિવસમાં 69,921 નવા કેસ નોંધાયા હતા. પરંતુ સારી વાત એ છે કે ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 28 લાખને વટાવી ગઈ છે અને તપાસમાં વધારો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 819 લોકોના મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 65,288 થઈ ગઈ છે. દેશમાં ઇન્ફેક્શનના કેસો વધીને 36,91,167 થયા છે, જેમાંથી 7,85,996 લોકો સારવાર લઈ રહ્યા છે અને 28,39,883 લોકો સારવાર બાદ આ રોગમાંથી બહાર આવ્યા છે. ચેપના કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *