સમગ્ર વિશ્વમાં જયારે થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર કોરોનાથી સંક્રમિત લોકોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં પણ સતત કેસ વધારો જોવા મળી રહ્યો છે. આવા સમયમાં સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે.
સુરત શહેરમાં બ્રિટન તથા આફ્રિકન સ્ટ્રેનના દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આવા સમયમાં મનપા કમિશનર બંછાનીધિ પાની દ્વારા ઘણીવાર આ અંગેની ચેતવણી તથા અપીલ કરવામાં આવી છે. આની સાથે જ માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે.
સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાઈ આવતા હતા પણ આ નવા વિદેશ સ્ટ્રેનનું સમગ્ર શહેરમાં સંક્રમણ ફેલાઈ ગયા પછી લક્ષણો પણ બદલાઈ ગયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ દ્વારા જુદી-જુદી ફરિયાદો કરવામાં આવતાં તપાસ દરમિયાન નવાં લક્ષણો સામે આવ્યા છે.
નવા સ્ટ્રેનના લક્ષણો:
નવા સ્ટ્રેનના લક્ષણોમાં હાથની આંગળીઓ ફીક્કી પડવી, પગનાં ટેરવા ફીક્કા પડી જવા, ખંજવાળ, શરીરમાં કળતર, દુ:ખાવો થવો, આંખ આવવી, આંખ લાલ થવી, ગળામાં દુ:ખાવો, ડાયેરિયા થવો, પેટ દુઃખવુ, માથામાં દુ:ખાવો,
શાકભાજી વિક્રેતા, રીક્ષાચાલક તથા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતાં
અનેકવિધ વ્યવસાયના લોકોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઇકાલે ટેક્સટાઇલ માર્કેટમાં એકસાથે 15 પોઝિટિવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી છે. જયારે 19 વિદ્યાર્થીઓ તેમજ 35 જેટલા શાકભાજી વિક્રેતાઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગઇકાલે સુરત શહેરમાં નોંધાયા 476 કેસ:
ચૂંટણી પછીથી સમગ્ર શહેરમાં કોરોના વિસ્ફોટની પરિસ્થિતિ યથાવત્ રહેલી છે. તંત્ર દ્વારા એગ્રેસિવ ટેસ્ટિંગ કરીને સંક્રમિતોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, ગઇકાલે સમગ્ર શહેરમાં રાજ્યના સૌથી વધારે એટલે કે, 476 કેસ તથા ગ્રામ્યમાં 101 નવા કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.