સામાન્ય રીતે કપલ બંધ રૂમમાં રોમાન્સ કરતા હોય છે. પરંતુ આ કપલે કિસ કરવા જે સ્થળ પસંદ કર્યું તે જોઈને તમે વિશ્વાસ નહિ કરો. પોલીસે પારકોર કરતા બે ખેલાડીઓની ધરપકડ કરી છે. તેમનો દોષ એટલો હતો કે તેમણે એક ટેરેસ પર રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું, જે સોશ્યલ મીડિયા પર ખૂબ શેર કરાયું હતું. અલીરજા જપાલગી અને તેની પાર્ટનરે ટેરેસ પર કિસ કરતું ફોટોશૂટ કરાવ્યું હતું, જેના માટે તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ અશ્લીલ અને ધર્મની વિરુદ્ધનું કામ કરી રહ્યા છે.
ઇરાનમાં સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝ ઉપર ઘણા પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. અગાઉ હોલિવૂડ સ્ટાર એન્જેલીના જોલીની ‘ઝોમ્બી’ તરીકે ઓળખાતી ઇન્સ્ટાગ્રામ મોંડેલ ફતેમેહ ખિશવંદ ઉર્ફ સહર તબરની પણ ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવી હતી. પારકોર એથ્લીટ અલીરજા અને તેમની પાર્ટનર, આ યુગલ એક્રોબેટ્સ અને છત પર સાહસિક પોઝ આપવા માટે જાણીતા છે. તેમણે આવું જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેઓ ટેરેસ પર કિસ કરી રહ્યા હતા.
તસ્નીમ ન્યૂઝ એજન્સી મુજબ, ‘યુવાન છોકરો અને છોકરીના વાંધાજનક અને ધર્મ વિરોધી ફોટા સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા હતા. તેમની ન્યાયતંત્રના આદેશ પર ધરપકડ કરવામાં આવી છે. કારણ કે તેઓ જે કરી રહ્યા હતા તે અશ્લીલતાની હિમાયત છે’.
અલીરજા અને તેના પાર્ટનરની ધરપકડના સમાચાર ફેલાતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ શરૂ કરી દીધા કે જો ફક્ત કિસ કરવા માટે સજા થઈ શકે તો ભ્રષ્ટાચાર માટે સજા કેમ નહીં? કેટલાક લોકોએ મહિલાઓના અધિકાર અને તેમની સામેના ગુનાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું. એવો સવાલ કરવામાં આવ્યો હતો કે જો મહિલાઓના શરીરને આટલું પવિત્ર માનવામાં આવે છે તો તેમના પર એસિડ ફેંકનારાને શા માટે સજા કરવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news