Couple problem solution: અમારા લગ્નને ૧૫ વર્ષ થયા છે અમારે સંતાનમાં એક પુત્રી છે આ પછી ઘણી દવાઓ કરવા છતાં અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી સંભોગ દરમિયાન મારી પત્નીને આંખો બંધ રાખવાની આદત છે. તેમજ મારા લિંગની લંબાઈ ઓછી છે. શું આ કારણે તેને ગર્ભ રહેતો નહીં હોય? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી- એક ભાઈ (નડિયાદ)
આંખો બંધ રાખવાને અને ગર્ભ રહેવાને કોઈ સંબંધ નથી અમે વારંવારે આ કોલમમાં જણાવી ચૂક્યા છીએ કે યોનિમાર્ગની કુલ જાતીય લંબાઈ છ ઈંચની હોય છે અને એના આગળના એક તૃતિયાંશ ભાગમાં જ જ્ઞાાનતંતુ હોય છે. આથી ઉત્તેજીત અવસ્થામાં તમારી ઈંદ્રિયની લંબાઈ બે ઈંચ હોય તો બસ છે. આથી ગર્ભ ન રહેવા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર છે. આ માટે તમારે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરી જરૂરી એવી ટેસ્ટ કરાવવાની જરૂર છે. ટેસ્ટ કરાવ્યા પછી જ યોગ્ય કારણ જાણવા મળશે અને ઉપચાર થઈ શકશે આ સમસ્યા ઘણાને સતાવે છે. કોઈ યોગ્ય નિષ્ણાતોનો સંપર્ક કરો.
મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં તેઓ સમાગમ પહેલાં મુખમૈથુન કરે છે.તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે… મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે. મારી ના પાડવા છતાં તેઓ સમાગમ પહેલાં મુખમૈથુન કરે છે. ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે, પરંતુ મને સંતોષ મળતો નથી. ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે.
મને એ વાતની ચિંતા થાય છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને? શું પતિને આ વાતની જાણ કરું? – એક મહિલા (ચાંદખેડા)
હું ૨૧ વર્ષની યુવતી છું, મારા મામાના દીકરાને પ્રેમ કરું છું, કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી. તેણે આ વાતની જાણ ન થવા દીધી.
તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું.
તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો, પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી તેથી મેં ના પાડી દીધી. આ વાતને એક વર્ષ થઈ ગયું છે ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે અમારા ઘરે તે આવે છે, પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી. હવે તેેના ક્યાંક બીજે લગ્ન થવાના છે. આ સાંભળીને મને જબરજસ્ત આંચકો લાગ્યો. હું હજુ પણ તેને પ્રેમ કરું છું. આખી જિંદગી કોઈ બીજી વ્યક્તિને હૃદયમાં સ્થાન નહિ આપી શકું કે તેની સાથે સામંજસ્ય પણ નહીં સાધી શકું. એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે. મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (વડોદરા)
તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો.
તમે પણ ભૂલવાનો પ્રયત્ન કરો. સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે, ત્યારે તમને તમારા પર જ હસવું આવશે. તમે કોઈ બીજા સાથે સાંમજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.