કેદારનાથ ધામમાં કપલની અશ્લીલ હરકતો, જેને જોઈને શ્રદ્ધાળુઓ પણ શરમમાં મુકાયા

Kedarnath Viral Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે, જેમાં એક કપલ કેદારનાથ જતા રસ્તામાં ખુલ્લેઆમ કિસ (Kedarnath Viral Video) કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર લોકોએ અનેક પ્રતિક્રિયા આપી રોષ વ્યકત કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ કપલ કોઈ પણ પરવા કર્યા વિના ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યું છે, જ્યારે લોકો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. આ દ્રશ્ય જોઈને લોકો ગુસ્સે છે. ઘણા યુઝર્સે આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જાહેરમાં અશ્લીલતા ફેલાવતા આવા લોકોને કેદારનાથ જેવા પવિત્ર સ્થળે જવાનો કોઈ અધિકાર નથી.

કેટલાક લોકો માને છે કે આવા વર્તનથી ધાર્મિક સ્થળોની પવિત્રતા અને શાંતિનું ઉલ્લંઘન થાય છે. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે પવિત્ર સ્થળોએ આવા કૃત્યો ભક્તોને માનસિક પીડા આપે છે. ભારતમાં, જાહેર સ્થળોએ ચુંબન કરવું અથવા રોમાન્સ કરવું એ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ ગુનો નથી. પરંતુ જો તે જાહેર શાંતિ અથવા નૈતિકતાનું ઉલ્લંઘન કરે છે, તો તેને જાહેર અશ્લીલતા તરીકે જોઈ શકાય છે.

જો કોઈ વ્યક્તિ કે સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે, તો સંબંધિત વ્યક્તિ સામે અશ્લીલતા ફેલાવવા અથવા આચારસંહિતાનું ઉલ્લંઘન જેવા આરોપો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જોકે, આવું વર્તન દરેક જગ્યાએ સ્વીકાર્ય નથી. ખાસ કરીને કેદારનાથ જેવા ધાર્મિક સ્થળોએ, જ્યાં ભક્તો ઊંડી શ્રદ્ધા સાથે આવે છે, આવા કૃત્યો સામાજિક વિવાદ પેદા કરી શકે છે અને પવિત્રતાનું ઉલ્લંઘન કરી શકે છે. તેથી, આવી ઘટનાઓ પર લોકોની ટીકા અને હોબાળો સ્વાભાવિક છે.

ભક્તો અને સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને વીડિયો બનાવનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.