અવાર-નવાર ગાય અથવા તો અન્ય કોઈપણ પશુ ભૂખ્યા હોવાને લીધે માર્ગ પર પડેલું પ્લાસ્ટિક ખાઈ જતાં હોય છે. જેને લીધે આ પ્લાસ્ટિક તેઓના પેટમાં ચાલ્યું જતું હોય છે. લાંબાગાળે આ પ્લાસ્ટિક પશુના સ્વાસ્થ્યને ખુબ નુકસાન કરતું હોય છે.
ગાયોને આપણે જાણતા અથવા તો અજાણતા શું ખવડાવી દઈએ છીએ. તેની સાથે જોડાયેલ મામલો સામે આવ્યો છે. તેના અંગે સાંભળીને તથા તસવીરો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડે દ્વારા એક ગાયનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
સતત 4 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી વરિષ્ઠ પશુ ચિકિત્સક અખિલેશ પાંડે જણાવે છે કે, ગાયના પેટમાંથી ઓપરેશન વખતે 48 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢવામાં આવી છે. આની સાથે જ લોખંડની 8 જેટલી અણીદાર ખીલ્લીઓ પણ કાઢવામાં આવી છે.
ઓપરેશન વખતે ગાયના પેટમાંથી કાઢવામાં આવેલ અપશિષ્ટમાં અનેકવિધ એવી ચીજ-વસ્તુ છે કે, જેને જોઈને આશ્વર્ય થાય છે. આપણે લોકો બેદરકારીભર્યું વર્તન કરીને માર્ગ પર પ્લાસ્ટિકની થેલીઓ ફેંકી દેતા હોઈએ છીએ. જેને ગાયો ખાઈ જતી હોય છે તેમજ આ ખોરાક તેના પેટમાં જમા થતો હોય છે.
ડૉક્ટર અખિલેશ પાંડેનાં જણાવ્યા પ્રમાણે સતત 4 કલાક સુધી ચાલેલા ગાયના પેટના ઓપરેશન વખતે 48 કિલો પોલિથીનની ઉપરાંત અન્ય 8 કિલોમાં એક લોખંડની ખીલ્લીઓ, ચાઇનીઝ માંજો, દોરડાના ટુકડા તેમજ અનેકવિધ પ્રકારના રબ્બરના ફુગ્ગા વગેરે વસ્તુઓ બહાર કાઢવામાં આવી હતી.
ઓપરેશન પૂર્ણ થયા પછી ગાયના પેટમાં 14 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. અખિલેશ પાંડેએ લોકોને અપીલ કરી છે કે, જાણતા-અજાણતા પ્લાસ્ટિકની પોલિથીનમાં બંધ કરીને કચરો ફેંકવો જોઈએ નહીં. કારણ કે મવેશી પોલિથીનની થેલીઓને ખાઈ જતી હોય છે તેમજ તે તેના પેટમાં જઈને એકત્ર થાય છે.
આવા સમયમાં મવેશિયોના પેટમાં પોલિથીન અન્ય ચીજો એકત્ર થવાને લીધે પેટમાં જગ્યા રહેતી નથી તેમજ મવેશિયોનું મોત થઈ જતું હોય છે. મવેશી કંઈ ખાઈ શકતા નથી તેમજ આવી જ પરિસ્થિતિ આ ગાયની હતી. ગાયની સ્તિથી હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના રાજસ્થાનમાં આવેલ કોટા શહેરમાંથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle