350 વર્ષ જૂના શિવલિંગ પર તિરાડો પડવા લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ(Mumbai)નું બાબુલનાથ મંદિર(Babulnath Temple) મુંબઈના લોકો માટે આસ્થાનું પ્રતિક છે. મુંબઈના બાબુલનાથ મંદિરમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિરમાં સદીઓ પહેલા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં લોકોની ખૂબ જ આસ્થા છે. પરંતુ થોડા દિવસોથી આ મંદિરના શિવલિંગ પર તિરાડો જોવા મળી રહી છે, જેને જોતા IIT-બોમ્બેના નિષ્ણાતો શિવલિંગ(Shivling)ને નુકસાનથી બચાવવા માટે તેની તપાસ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી શિવલિંગ પર સતત તિરાડો જોવા મળી રહી છે. આ શિવલિંગ 350 વર્ષ જૂનું છે. શિવલિંગ પર પડેલી તિરાડોને ધ્યાનમાં રાખીને મંદિરના સત્તાવાળાઓએ દૂધ, ભસ્મ, ગુલાલ અને વિવિધ પ્રસાદના ‘અભિષેક’ (અર્પણ) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ શિવલિંગ પર અભિષેક કરવા માટે માત્ર જળ ચઢાવવાની છૂટ છે.
શિવલિંગ પર શા માટે તિરાડો પડી છે તે જાણવા માટે મંદિર પ્રશાસને IIT-બોમ્બેનો પણ સંપર્ક કર્યો છે. આ જ IIT નિષ્ણાતોએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને ભેળસેળયુક્ત પદાર્થોની સતત અસરથી થતા નુકસાનને દર્શાવતો પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. સંપૂર્ણ રિપોર્ટ આવવાનો બાકી છે.
આ અહેવાલ સામે આવ્યા બાદ મંદિર પ્રશાસને મહત્વપૂર્ણ પગલા લીધા અને મંદિરની આસપાસ સામાન વેચતા લોકો સાથે વાત કરી. આ દરમિયાન તેમને ખબર પડી કે મંદિરની આસપાસ ભેળસેળયુક્ત દૂધ અને તેના જેવી વસ્તુઓ વેચાઈ રહી છે, જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે. જેના કારણે શિવલિંગ પર તિરાડો દેખાવા લાગી. આવી સ્થિતિમાં, મંદિર પ્રશાસને દૂધ અને અન્ય વસ્તુઓના અભિષેક પર પ્રતિબંધ મૂક્યો છે, અભિષેક માટે માત્ર પાણીની મંજૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.