શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટિમ જાહેર, ભાવનગરનો આ યુવા ખેલાડી કરશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ

Published on: 11:50 pm, Thu, 10 June 21

ક્રિકેટ: આ વર્ષે જુલાઈમાં ભારતની ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસે જશે એવું બીસીસીઆઈ એ આજે ટીમ જાહેર કરી દઈને કન્ફર્મ કરી દીધું છે. સિનિયર સિલેક્શન ટીમ દ્વારા શ્રીલંકા સામેની વનડે સિરીઝ અને ટી-20 સિરીઝ માટેની પુરુષ ક્રિકેટ ટીમ જાહેર કરી દીધી છે.

શ્રીલંકા સામેની ત્રણ વનડે તેમજ ત્રણ T20 મેચની સિરીઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ જેવા દિગગજોની ગેરહાજરીમાં શિખર ધવનને સુકાની બનાવવામાં આવ્યા છે, ભુવનેશ્વર કુમાર ઉપ કપ્તાન તરીકે ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના ભાગરૂપે સિનિયર ખેલાડીઓ આ સિરીઝમાં ભાગ લેવાના નથી. શિખર ધવન(કેપટન) સંજુ સેમસન, પૃથ્વી શો, દેવદત્ત પડીકલ, સૂર્ય કુમાર યાદવ, મનીષ પાંડે, નીતીશ રાણા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યજુવેન્દ્ર ચહલ, રાહુલ ચહલ,કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દિપક છહર,કૃણાલ પંડ્યા, નવદીપ સૈની, ઋતુરાજ ગાયકવાડ,ચેતન સાકરીયા અને ભુવનેશ્વર કુમાર(વાઇસ કેપ્તન) નો સમાવેશ વનડે અને ટી-20 સિરીઝ માટે કરવામાં આવ્યો છે.

નેટ બોલર્સ તરીકે- ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ,સંદીપ વોરિયર,સીમરજીત સિંહ અને સાંઈ કિશોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતની ટીમ રાજસ્થાન રોયલ તરફથી શાનદાર પ્રદર્શન કરનાર ચેતન સકારીયાને સ્થાન મળ્યું છે. ચેતન સાકરીયા મૂળ ભાવનગરના વતની છે.અને કલાસ A ક્રિકેટમાં અને ipl ના શાનદાર પ્રદર્શનથી તેમણે ભારતની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું છે.

ભારતની ટીમ- 13 જુલાઈ,16 જુલાઈ અને 18 જુલાઈ ના રોજ કોલમ્બોમાં ત્રણ વનડે રમશે. જ્યારે ટી-20ની ત્રણ મેચો-21,23 અને 25 જુલાઈના રોજ કોલમ્બોમાં જ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.