128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની થશે રી-એન્ટ્રી: રમશે પુરુષ-મહિલાની 6-6 ટીમો, જાણો કયા વર્ષમાં…

Cricket Olympics 2028: Cricket 2028માં Olympics ગેમ્સમાં વાપસી કરશે. 2023માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (IOA) દ્વારા તેને મંજૂરી આપવામાં (Cricket Olympics 2028) આવી હતી. આ રમત 1900માં પેરિસમાં Olympicsનો ભાગ હતી. ત્યારથી તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. તે સમયે, ફક્ત બે ટીમો, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન, રમતમાં ભાગ લેતી હતી. તે ફક્ત પુરૂષોની ટીમો વચ્ચે જ રમાઈ હતી. તે સમયે ગ્રેટ બ્રિટને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસમાં 2024ના Olympics પછી, લોસ એન્જલસમાં આગામી રમતોમાં Cricketને ભાગ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ Cricketને આગામી Olympicsનો ભાગ બનાવવા માટે જરૂરી પ્રયાસો કર્યા છે.

પુરૂષ અને મહિલા ટીમોમાંથી 6-6 ટીમો ભાગ લેશે
IOA એ પણ પુષ્ટિ આપી છે કે LA 2028 Olympics દરમિયાન Cricketમાં 6-6 ટીમો ભાગ લેશે. આનો અર્થ એ થયો કે પુરૂષ અને મહિલા બંનેની ટૂર્નામેન્ટમાં 6-6 ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચો T20I ફોર્મેટમાં રમાશે.

નોંધપાત્ર રીતે, LA 2028 ઓલિમ્પિકમાં ફક્ત પુરૂષ અને મહિલાની 6 ટીમો ભાગ લેશે, તેથી ક્વોલિફિકેશન Cricket રમતા ટોપ દેશોમાંથી થવાની અપેક્ષા છે. નિયમિત ICC ટૂર્નામેન્ટથી વિપરીત, ટોપ 3 ટીમો માટે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હશે, તેથી રમતમાં ભાગ લેનાર 6 ટીમોમાંથી 3 ટીમોને મેડલ મળશે.

ક્વોલિફિકેશન પ્રક્રિયા હજુ નક્કી થઈ નથી
ક્વોલિફિકેશન પ્રક્રિયા હજુ સુધી નક્કી નથી કરવમાં આવી. પરંતુ પુરૂષોની કેટેગરીમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા જેવી ટીમો પર ધ્યાન રહેશે. તેવી જ રીતે, મહિલા ટીમોને પણ ક્વોલિફાય થવા માટે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાની મહિલા ટીમો LA 2028 Olympicsમાં સ્થાન મેળવવા માટે ઉત્સુક હશે.

IOA રમતમાં લિંગ સમાનતા માટે પ્રતિબદ્ધ છે
LA28 માં પુરૂષ અને મહિલા બંને Cricket ટીમોનો સમાવેશ IOAની તમામ રમતોમાં લિંગ સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. નોંધપાત્ર રીતે, LA28 ગેમ્સ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરશે, જેમાં મહિલાઓની ટીમો તમામ ટીમ રમતોમાં પુરૂષોની ટીમો સાથે સમાન સંખ્યામાં સ્પર્ધા કરશે.

ઉદાહરણ તરીકે, વોટર પોલોમાં બે મહિલા ટીમો સામેલ થશે, જેનાથી ટીમોની સંખ્યા 12 થશે. ફૂટબોલમાં પણ, મહિલા ટીમ (16) ની સંખ્યા પુરૂષ (12) ની ટીમ કરતા વધુ હશે. એથ્લેટ ક્વોટા અને ઈવેન્ટ પ્રોગ્રામમાં લિંગ સમાનતા પર ભાર સ્પષ્ટ છે. 10,500 એથ્લેટ્સની પ્રારંભિક ફાળવણીમાંથી 5,333 મહિલાઓ અને 5,167 પુરૂષો હતા. Cricket સહિત અન્ય રમતોના ઉમેરાથી 322 મહિલા અને 376 પુરુષ ખેલાડીઓનો ઉમેરો થશે.