Surat Hotel News: રાજ્યમાં અવાર નવાર કૂટણખાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે સુરત શહેરમાંથી ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. પુણા કુમ્ભારીયા રોડ ખાતે આવેલા અભિલાષા હાઈટ્સમાં જેનિથ ગેસ્ટહાઉસમાં કુટં ખાણું ધમધમી (Surat Hotel News) રહ્યું હતું.જ્યાં 6 મહિલાઓને રાખી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હતો.ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમને આ અંગેની બાતમી મળતા તેઓએ ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન 6 મહિલાઓને મુક્ત કરાવી 2 ગ્રાહક, 2 હોટેલના સંચાલકને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
જેનિથ હોટેલમાં કુટણખાનામાં રેડ
પુણા કુંભારીયા રોડ નજીક આવેલા જેનિથ નામના ગેસ્ટહાઉસમાં કુટણખાનું ચાલી રહ્યું હતું. ત્યારે તેની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમને મળી હતી. જે બાદ એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમ દ્વારા આ હોટેલમાં રેડ પાડવામાં આવી હતી.રેડ પાડતા જ તે હોટેલમાં 6 મહિલા અને ગ્રાહકો મળી આવ્યા હતા.તેમજ આ સંચાલકો પોતાના આર્થિક ફાયદા માટે આ કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.
આ લોકોની કરવામાં આવી ધરપકડ
આ દરમિયાન હોટેલના સંચાલક અને પુણા ગામના રહેવાસી સૂરેમાં ઉર્ફે આસ્મા ફારૂક શેખ, તેમજ શરીર સુખ માણવા આવેલા શરીર સુખના ભૂખ્યા ગ્રાહક સંજયકુમાર બનવરીલાલ શર્મા, અલીહુસેન નુરમહોમ્મદ અન્સારી તથા સમ્સુલ સબ્બીર અન્સારીને ઝડપી પાડ્યા હતા આ સાથે જ શરીર સુખની સવલતો પુરી પાડતી 6 મહિલાઓને મુક્ત કરાવી હતી.
2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
બીજી તરફ હોટેલના સંચાલક શાહરુખ ફારૂક શેખ અને અજયગીરી મેઘગીરી ફરાર થતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમ દ્વારા સ્થળ પરથી કુલ 56000 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે તેમજ આ અંગે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App