મૃત્યુ બાદ પણ શાંતિ ન મળી: પિતાના અંતિમ સંસ્કારમાં બે ભાઈઓ બાખડી પડ્યા

Funeral Ceremony: મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં પિતાના અંતિમ સંસ્કારને લઈને બે ભાઈઓ વચ્ચે વિવાદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પિતાના અંતિમ સંસ્કારને (Funeral Ceremony) લઈને બે ભાઈઓ વચ્ચે વિવાદ થઈ ગયો અને તેમાં એક ભાઈએ પિતાની લાશનો અડધો ભાગ આપી દેવાની માંગ કરી હતી, ત્યારબાદ પોલીસે હસ્તક્ષેપ કરી મામલો થાળી પાડ્યો હતો.

ગામમાં ચર્ચાનો માહોલ
ગામમાં આ પ્રકારની ઘટના પહેલીવાર જોવા મળી હતી, જેને લઇને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ હંગામો રવિવારે જિલ્લા મુખ્ય અલયથી લગભગ ૪૫ કિલોમીટર દૂર એક ગામમાં થયો હતો. પોલીસ સ્ટેશનના અધિકારી અરવિંદ સિંહ ડાંગીએ જણાવ્યું હતું કે ભાઈઓ વચ્ચે વિવાદ બાદ ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે 84 વર્ષના ધ્યાની સિંહ પોતાના નાના દીકરા દેસરાજ સાથે રહેતા હતા અને રવિવારે લાંબી બીમારી બાદ તેનું મૃત્યુ થયું હતું. ગામની બહાર રહેતા તેના મોટા દીકરા કિશનને જ્યારે તેના મોતના સમાચાર મળ્યા તો તે ત્યાં પહોંચ્યો હતો.

લાશના બે ટુકડા કરી અલગ અલગ અગ્નિસંસ્કાર કરવાની જીદ
કિશનનેએ કહેતા હંગામા શરૂ કર્યો કે હું જ મારા પિતાનો અંતિમ સંસ્કાર કરીશ. જ્યારે નાના દીકરાનો દાવો હતો કે મૃતક પિતાની ઈચ્છા હતી કે તેમનો અગ્નિસંસ્કાર નાનો દીકરો કરે. અધિકારીએ જણાવ્યું કે નશામાં ધુત કિશન આ વાત પર અડગ થઈ ગયો કે લાશને બે ભાગમાં કાપી બંને ભાઈઓને આપી દેવામાં આવે. આ સાંભળી તમામ લોકો ચોકી ગયા હતા અને તેને આવું કરવાથી રોકવા લાગ્યા. ત્યારબાદ વિવાદ વધ્યો હતો.

આવી રીતે થયું સમાધાન
મૃતકના પૌત્ર એ જણાવ્યું કે દાદાના મૃત્યુ બાદ કાકા કિશન અને તેના દીકરાએ લાશને અગ્નિસંસ્કાર ન કરવા દીધા હતા. તેમણે કહ્યું હતું કે તું આના અગ્નિસંસ્કાર નહીં કરી શકે, અમે આનો અડધો ભાગ કાપીને લઈ જઈશું. મારો ભાઈ ટ્રેક્ટરથી લાકડા લઈને આવ્યો તો તેની સાથે પણ મારપીટ કરી. સંબંધીઓએ તેને બચાવ્યો હતો.

તેમજ આ મામલે જાણ થતા પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા અને માંડ માંડ કિશનને સમજાવ્યો, જેના બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો અને નાના દીકરાએ અંતિમ સંસ્કાર કર્યા. પિતાના મૃત્યુ બાદ થયેલ આ અનોખા વિવાદની ચર્ચાઓ સમગ્ર પંથકમાં થઈ રહી છે.