ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિકવિલા સોસાયટીમાં રહેતાં મનોજ ઠાકોર નામનાં ઇસમે તેમનાં જન્મદિવસને સ્પેશિયલ બનાવવા માટે તેમણે તલવાર અને રેમ્બો છરાનો ઉપયોગ કર્યો હતો. હાલમાં ઘણાં યુવાનો તલવારથી કેક કાપીને પોતાને મહન સમજે છે,
આવી જ એક ઘટના સુરત શહેરનાં ડીંડોલી વિસ્તાર માંથી સામે આવી છે. મનોજભાઈ ઠાકોર નામનાં ઇસમે તેનાં જન્મદિવસ નિમિતે તલવારો તેમજ રેમ્બો છરા સાથે ઉજવણી કરી અને તલવાર વડે કેક કાપી હોય તેવો વિડીઓ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
જે વાઈરલ થયેલ વીડીઓમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા સારૂ ઉપરી અધિકારીઓ મારફતે સૂચનાઓ મળી હતી. જે અન્વયે તપાસ કરતાં ડીંડોલી સ્વસ્તિક વિલામાં રહેતાં મયુર સુરેશભાઈ ઠાકોર ઊ.વ 19 , રહે-પ્લોટ નં-72 સ્વસ્તિકવિલા સોસાયટીમાં રહેતાં યુવાનોએ તલવારથી કેક કાપી હતી.
જન્મદિવસ નિમિતે તલવાર તથા રેમ્ભો છરા વડે જન્મ દિવસની ઉજવણી કરી અને કેક કાપેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના હકીકત જાણવા મળતાં મજકુર ઈસમને તથા તેની સાથેના પિતરાઈ ભાઈને પકડી પાડીને બંનેનાં વિરુદ્ધમાં ડીંડોલી પોલીસ સ્ટેશન PART- B 11210056220952/2022 જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કબજે કરવામાં આવેલા મુદ્દામાલ
ત્રણ તલવાર
એક રેમ્બો છરો
એક ચપ્પુ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.