ગુજરાતના માથે ફરી એકવાર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. IMD એ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના (Asna Cyclone) એક્ટિવ થવાની આશંકા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના લોકોને સાવધાન રહેવા સૂચન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આસના વાવાઝોડું (Asna Cyclone) વાવાઝોડાની સંભાવના રહેલી છે. ભારેથી અતિ ભારે વરસાદ બાદ ગુજરાત પર બેવડી આફતની ચિંતા લોકોને સતાવી રહી છે. ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાનો ખતરો સતાવી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ હવે મજબૂત વાવાઝોડું બનશે. જમીન પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું અલર્ટ આપ્યું છે.
ચક્રવાતી તોફાને શુક્રવારે કચ્છ-પાકિસ્તાન તટથી ટકરાવાની વાત કહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વધી રહ્યું છે. જો કે ગુજરાત પરથી પસાર થઈ લેશો શુક્રવારે વાવાઝોડું બનશે આ વાવાઝોડાને આસના નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 30 તે ઓગસ્ટે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ સાથે જ 31 ઓગસ્ટે છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં 1 અને 2 સપ્ટેમ્બરે વરસાદ પડી શકે છે. જ્યારે 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
કચ્છ કલેક્ટર દ્વારા કચ્છના 10 તાલુકાના 87 જેટલા સ્થળોએ ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવવામાં આવ્યા છે. પ્રવાસન સ્થળોએ અવર જવર ના કરવા વિશેષ તાકીદ કરાઈ છે.
આઈએમડીના વૈજ્ઞાનિકોએ આ મહિનામાં અરબ સાગરમાં ચક્રવાત ઉઠવાની ઘટના અસામાન્ય ગણાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એવું નથી કે આ મહિનામાં ચક્રવાત નથી આવતા, પણ આવું ખૂબ જ ઓછું જોવા મળે છે અને સામાન્ય મૌસમી ઘટના નથી. મોટા ભાગે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસા પહેલા અથવા ચોમાસા બાદ ચક્રવાતી તોફાન આવે છે પણ આ વખતે ઓગસ્ટના અંતિમ દિવસોમાં ચક્રવાતી તોફાન આવવાની સંભાવના વધી ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App