Remal Cyclone Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધારે તીવ્ર બન્યું છે. IMDએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત ‘રેમલ’ વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે (Remal Cyclone Alert) તેવી સાંભવનાં વ્યક્ત કરવામાં આવી છે.
આ વાવાઝોડાના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડા રેમલને કારણે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તારીખ 26-27 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
જેને લઈ સાવચેતીના ભાગરૂપે IMDએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. IMDએ જણાવ્યું છે કે, તારીખ 27 મે, 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (115.5-204.5 mm) પડી શકે છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીના મોજાને કારણે તીવ્ર ગરમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD એ તારીખ 27 મે, 2024ના રોજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભના જુદા જુદા સ્થળોએ ગરમીની લહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવાર (24 મે, 2024) ના રોજ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App