ડભોઇ-વડોદરા રોડ કાર પલટી જતાં 4 પૈકી એક યુવકનું મોત, જાણો સમગ્ર ઘટના

Dabhoi Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વડોદરા જિલ્લાના ડભોઈમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર પલટી ખાઈ જતાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર (Dabhoi Accident) અર્થે ખસેડવામાં આવ્યા છે.ત્યારે એક વ્યક્તિના મોતના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

કાર ડિવાઈડર પર ચડી પલટી ખાઈ ગઈ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ચિંતનભાઈ પરમાર સહિત 3 લોકો કારમાં સવાર થઈને વડોદરાથી ડભોઈ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન થુવાવી ગામ નજીક આવેલી તુલસી હોટલ પાસે ચિંતનભાઈની કારનું ટાયર ફાટ્યું હતુ. જેથી કાર ચલાવી રહેલા ચિંતનભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી પલટી ખાઈ ગઈ હતી.

એક યુવકનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત
આ અકસ્માત કારમાં સવાર હસમુખભાઈ ઉર્ફે ચીકા,વરુણભાઈ વસાવા, ચિંતનભાઈ પરમાર સહિત 4 વ્યક્તિઓ ઘાયલ થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત હસમુખભાઇનું મોત નીપજ્યું હતુ. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આ ઘટનાના પગલે મૃતકના પરિવારના સભ્યોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું.