રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પુત્રીએ તેની માતા પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, તેના પર બે વર્ષથી દેહવ્યાપાર કરવા દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેણીએ સ્વતંત્ર ઇચ્છા સાથે લગ્ન કર્યા, તો 2 મહિનાથી તેની માતાએ તેનું જીવન બરબાદ કરી દીધું હતું.
તેથી, બાડમેર પોલીસ અધિક્ષકને તે તેની કહાની સંભળાવે છે અને ન્યાય માંગે છે. નવી-પરિણીત પુત્રીએ તેની જ માતાથી જાનનો ખતરો છે તેવું જણાવ્યું હતું.
બાડમેર જિલ્લાના નાગાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલા પોલીસ અધિક્ષક સમક્ષ હાજર થઈ હતી અને કહ્યું કે, તેમની માતા અને એક ગેંગ તેને જાતીય વ્યવસાયમાં ધકેલી દેવા મજબુર કરે છે.
બે મહિના પહેલા જ તેણે તેની મરજીથી લગ્ન કર્યાં હતાં, પરંતુ આ બાબત માતાને ન ગમતા તેની માતાએ તેની પુત્રીનું જીવન પૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યું હતું. હવે પુત્રીએ પોલીસને ન્યાય મળે તેવી અપીલ કરી છે.
પીડિતાના અહેવાલ પર બાડમેર પોલીસ અધિક્ષક આનંદ શર્મા કહે છે કે, અમે પુત્રીની અરજી પર કેસ નોંધ્યો છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, માતા અને તેની ગેંગ ગેરકાનૂની ધંધો કરે છે. નવા પરિણીત યુગલે તેમના જીવનને જોખમ હોવાનું જણાવી પોલીસની સુરક્ષા માંગી છે. યુપીમાં તેની માતાના દેહ વેપારનો પણ આરોપ લગાવ્યો. મહિલા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવા ઓર્ડર અપાયા છે. ટૂંક સમયમાં સબૂતો સામે લાવવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle