NDA Rutuja Warhade: એક પિતા માટે સૌથી મોટી ખુશીની વાત ત્યારે હોય છે, જ્યારે તેના બાળકો પોતાના સપનાને પૂરા કરે છે. તેવી જ એક કહાની છે એ છોકરીની, જે પોતાના પિતાના અધુરા સપનાને પૂરું કરવા માટે યુપીએસસી એનડીએની પરીક્ષા માં ત્રીજો (NDA Rutuja Warhade) નંબર મેળવ્યો છે. તેનો પરિવાર સેના સાથે જોડાયેલો નથી, તેમ છતાં તેઓએ સશસ્ત્ર બળમાં જવાનું સપનું જોયું. જ્યારે તેઓ નવમા ધોરણમાં હતા ત્યારે ખબર પડી કે છોકરીઓને પણ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સામેલ કરવામાં આવી રહી છે, ત્યારથી જ તેણે તે દિશામાં ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું. જેની અમે વાત કરી રહ્યા છે તેનું નામ છે ઋતુજા વારહાડે.
યુપીએસસી-એનડીમાં મેળવ્યો ત્રીજો ક્રમાંક
યુપીએસસી એનડીએની પરીક્ષામાં ત્રીજો ક્રમાંક મેળવનારી ઋતુજા વારહાડેને ધોરણ 10માં 98% માર્ક આવ્યા હતા. આ ઉપરાંત પણ તેણે ઘણા ઓલમ્પિયાડ પુરસ્કાર પણ જીત્યા હતા. તેણે jee ની તૈયારી ન કરતા બે વર્ષ સુધી ફક્ત એનડીએની તૈયારી પર ફોકસ કર્યું. શારીરિક ફિટનેસ માટે તેણે પોતાના વજનને 75 kg થી ઘટાડીને 57 kg કર્યું. લેખિત પરીક્ષા માટે એક પ્રાઇવેટ કોચિંગમાં પ્રવેશ મેળવ્યો અને એસએસબી ઇન્ટરવ્યૂ માટે સશસ્ત્ર બળોના અનુભવી ઓફિસર પાસેથી માર્ગદર્શન મેળવ્યું. તેણે ફિઝિકલ તાકાત અને કાર્યક્ષમતાને વધારવા પર વિશેષ ધ્યાન આપ્યું.
પાસીંગ આઉટ પરેડ બન્યું પ્રેરણા સ્ત્રોત
એક પાસીંગ આઉટ પરેડમાં ઋતુજાનું સામેલ થવું તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો. પુણેમાં ઠંડીની ઋતુમાં થયેલ આ શાનદાર પરેડએ તેના મનમાં એનડીએનું સપનું વધારે મજબૂત કરી દીધું. Upsc દ્વારા આયોજિત એનડીએ પ્રવેશ પરીક્ષામાં સમગ્ર દેશની 1.5 લાખ છોકરીઓમાં પહેલું સ્થાન અને 12,00,000 ઉમેદવારોમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ઋતુજાની માતા અને પિતા બંને હંમેશાં તેના નિર્ણયને સપોર્ટ કરતા રહ્યા છે. તે પોતાની સફળતા માટે તેની મહેનત અને સમર્પણનું પરિણામ ગણે છે. તેમણે કહ્યું કે ઋતુજા પાસે દરેક વિષયને સમજવાની ઊંડી ક્ષમતા છે.
સેનામાં બનશે ઓફિસર
ઋતુજા જુનમાં ઇન્ડિયાના 154 માં કોર્સમાં સામેલ થશે. 3 વર્ષની ટ્રેનિંગ લીધા બાદ તે દેહરાદુન સ્થિત ઇન્ડિયન મિલેટ્રી એકેડેમીમાં 1 વર્ષની એડવાન્સ ટ્રેનિંગ લેશે અને પછી સેનામાં લેફ્ટનન્ટના સ્વરૂપમાં ફરજ બજાવશે.
ઋતુજાના પિતા ખુદ સશસ્ત્ર બળમાં જવા માંગતા હતા, પરંતુ તેમનું સપનું અધૂરું રહી ગયું. હવે તેમની દીકરી તે સપનું સાકાર કરી રહી છે. તેના પિતા પુણે ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં પ્રોફેસર છે અને માતાએ ટ્યુશન ક્લાસ ચલાવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App