આઇપીએલ માં તો તમે ઝંઝાવાતી બેટ્સમેન ને સિક્સર ફટકારતા જોયા હશે. આક્રમકઃ બેટ્સમેન ટ્રેઈકે વિખ્યાત એબી ડી વિલિયર્સે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)માં પણ ધમાકો કર્યો છે. ડી વિલિયર્સે રંગપુર રાયડર્સ તરફથી રમતા આક્રમક સદી ફટકારી હતી. ડી વિલિયર્સે માત્ર 50 બોલમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી રંગપુરની ટીમે 18.2 આેવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ડી વિલિયર્સે બીપીએલ ટી-20માં સૌથી ફાસ્ટ સદી ફટકારી છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઢાકા ડાયનામાઇટ્સે 20 આેવરમાં 2 વિકેટે 186 રન બનાવ્યા હતા. રોની તાલુકદારે 32 બોલમાં 52, પોલાર્ડે 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરતા રંગપુરની શરુઆત ખરાબ રહેતા qક્રસ ગેઈલ અને રિલે રુસો બીજી જ આેવરમાં આઉટ થયા હતા. અહીથી ડી વિલિયર્સ અને એલેક્સ હેલ્સે બાજી સંભાળી હતી. બંનેએ ટીમની જીત અપાવી હતી. ડી વિલિયર્સે 50 બોલમાં 8 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. જ્યારે હેલ્સે 53 બોલમાં 8 ફોર અને 3 સિક્સરની મદદથી અણનમ 85 રન બનાવ્યા હતા.
મેચમાં 6 સિક્સર ફટકારતાની સાથે જ ડી વિલિયર્સે ટી-20માં સિક્સરો ફટકારવાના મામલે રોહિત શમાર્ને પાછળ રાખી દીધો છે. રોહિતના નામે ટી-20 ક્રિકેટમાં 322 સિક્સરો છે અને તે આઠમા સ્થાને છે. ડી વિલિયર્સ 325 સિક્સર સાથે સાતમાં નંબરે પહાેંચી ગયો છે. ક્રિસ ગેઈલ 900 ટી-20 સિક્સરો સાથે નંબર વન છે.