VIDEO: કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ કોચી લવાયા: એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપતાં જોઈ તમારા રુંવાડા બેઠાં થઈ જશે

Kuwait Fire News: શુક્રવારે સવારે કોચી એરપોર્ટ પર માત્રને માત્ર મૌન હતું… 45 ભારતીયોના મૃતદેહને લઈને કુવૈતથી એરફોર્સનું સ્પેશિયલ પ્લેન લેન્ડ થતાં જ દરેકની આંખ ભીની થઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો સવારથી એરપોર્ટ પર હાજર હતા. કેરળ સરકારના(Kuwait Fire News) મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ દળો પણ એરપોર્ટ પર હાજર હતા. ભારતીય વાયુસેનાના C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા 31 ભારતીયોના મૃતદેહ કોચીમાં ઉતારવામાં આવ્યા હતા. અહીંથી મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. કુવૈત આગમાં માર્યા ગયેલા 31 લોકોમાંથી 23 કેરળના, 7 તમિલનાડુ અને એક કર્ણાટકના છે.

મૃતદેહો પરિવારજનોને સોંપ્યા
કુવૈતમાં આગની ઘટનામાં મૃતકોના મૃતદેહ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ, કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી અને અન્ય મંત્રીઓએ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુવૈત આગની ઘટનામાં મૃતકોના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેરળના મંત્રીઓ કે રાજન, પી રાજીવ અને વીણા જ્યોર્જે અધિકારીઓ સાથે વ્યવસ્થા અંગે ચર્ચા કરી અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી. વિપક્ષના નેતા વીડી સતીસન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન પણ મૃતકોના પરિવારજનોને મળ્યા હતા.

માર્યા ગયેલા કામદારો કયા રાજ્યના છે?
બુધવારે મંગફ શહેરમાં છ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 48 લોકોના મોત થયા હતા. 176 ભારતીય કામદારોમાંથી 45 મૃત્યુ પામ્યા અને 33 હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોમાં કેરળના 23, તામિલનાડુના સાત, ઉત્તર પ્રદેશના ત્રણ, ઓડિશાના બે અને બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને હરિયાણાના એક-એક લોકોનો સમાવેશ થાય છે. કીર્તિ સિંહ વર્ધન ગુરુવારે કુવૈત પહોંચ્યા હતા. તેમણે પાંચ હોસ્પિટલોની પણ મુલાકાત લીધી જ્યાં ઘાયલ ભારતીય કામદારોની સારવાર કરવામાં આવી રહી હતી.

ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખ
દૂતાવાસે હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને કહ્યું કે તેમની તબિયતના આધારે તેમને રજા આપવામાં આવશે. ગઈકાલે જ, વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે વિશાળ આગમાં મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ થઈ શકી નથી અને પીડિતોની ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.