કોઈપણ વ્યક્તિની મૃત્યુ બાદ તેને સમશાન યાત્રા કાઢવામાં આવે છે અને મુસલમાનોમાં લાશને દફનાવવામાં આવે છે. મુસલમાનોમાં મૃત્યુ પામેલ એક વ્યક્તિની લાશ ને દફનાવવા માટે લઈ જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ લાશ જીવિત થઇ ઉઠ્યું..
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મૃત જાહેર કરવામાં આવેલ એક વ્યક્તિ ને દફનાવવા માટે જઈ રહ્યા હતા. ત્યાં દફનાવવા પહેલાં જ વ્યક્તિ જીવિત થઈ ઉઠ્યો. લખનઉમાં આ વ્યક્તિ માટે કબર ખોદવામાં આવી હતી. જ્યારે તેને દફન કરવાનું હતું ત્યારે જ પરિવારના અમુક સદસ્યોએ તેના શરીરમાં હલનચલન થતી જોઈ હતી.
હેરાન થયેલા પરિવાર વાળા 20 વર્ષીય મહમદપુરા અને દવાખાને લઇ ગયા જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આ માણસને એક દુર્ઘટના પછી 21 જૂને એક પાસેથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સોમવારે તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. અને તેની લાશને એમ્બ્યુલન્સ વડે તેના ઘરે પહોંચાડવામાં આવી હતી.
આ વ્યક્તિના મોટાભાઈ મોહંમદ ઈરફાન મુજબ ફોરકાના ની મૃત્યુથી ખુબજ દુઃખી હતો. અને તે લોકો તેને દફનાવવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ કોઈએ તેના શરીરમાં હલનચલન થતી જોઈ. ત્યારબાદ તરત જ તેને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે તપાસ બાદ કહ્યું કે તે જીવિત છે. અરે તેને વેન્ટીલેટર પર સપોર્ટ માટે રાખવામાં આવ્યો.
ઈરફાન મુજબ તેના પહેલા અમે નજીકની હોસ્પિટલ 7 લાખ આવી ચૂક્યા હતા. અને જ્યારે હવે તેને કહું કે હવે અમારી પાસે પૈસા નથી તો તેણે સોમવારે ફુરકાન ને મરેલો જાહેર કર્યો.લખનવ ના મુખ્ય ચિકિત્સા અધિકારી નરેન્દ્ર અગ્રવાલ મુજબ અમે આ મામલાની સંજ્ઞા કરી છે અને તેની બધી જ તપાસ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.