પ્રતિબંધ હોવા છતાં સુરતમાં બે શ્રમિકોને ગટર સાફ કરવા ઉતારવામાં આવ્યા અને મળ્યું મોત- જવાબદાર કોણ?

સુરત(Surat): શહેરમાં વહેલી સવારે અંબાજી રોડ(Ambaji Road) પર મહાલક્ષ્મી ચોક(Mahalakshmi Chowk) એક ગોઝારી ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગટરમાં ગૂંગળાઈ જવાને કારણે બે શ્રમિકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. અવારનવાર આવા બનાવો સામે આવતા રહે છે પરંતુ આ અંગે કોઇ ક્યારેય કોઈ ગંભીરતા દાખવતુ જોવા મળતું નથી. પ્રતિબંધ હોવા છતાં ગટર સાફ કરવા માટે શ્રમિકોને ગટરમાં ઉતારવામાં આવે છે. ત્યારે આવી ચકચારી ઘટનાને લઇને જવાબદાર કોને ઠેરવવા એ એક પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.

શહેરના અંબાજી રોડ પર મહાલક્ષ્મી ચોક પાસે આ ગોઝારી ઘટના બની છે. અહીં ગટરની સફાઇ કરવા માટે બે શ્રમિકોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. બંનેને ફાયરબ્રિગ્રેડના જવાનો દ્વારા ગટરમાંથી બહાર કાઢી સારવાર માટે સ્મીમેર ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પર હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

ગટરમાં ગૂંગળાઈ જવાને કારણે આ બંને શ્રમિકોના કરુણ મોત નીપજયા હતા. સમગ્ર ઘટનાને પગલે શ્રમિકોના પરિજનો માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શ્રમિકોને ગટરમાં ઉતારવા માટે પ્રતિબંધ છે તેમ છતાં પણ શ્રમિકોને ગટરમાં ઉતારવામાં આવે છે.

જાણો શું કહે છે નિયમો?
ધી એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્ક્વેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાય લેટ્રીન્સ પ્રોહિબીશન એક્ટની જોગવાઈ હેઠળ તથા સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માર્ગદર્શિકા અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતરવા માટે કહેવું તે ગેરકાયદે કૃત્ય ગણવામાં આવે છે. સૂચનાઓનું જ્યારે ઉલ્લંઘન થાય ત્યારે તમામ જવાબદાર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે. નિયમ મુજબ ગટર સફાઈ વખતે જેટિંગ મશીન અને ગલી એમ્પ્ટીયર, સળિયાં, વાંકિયું, પાટા, મોટી ટોર્ચ, ઑક્સિજન માસ્ક સિલિન્ડર, હાઇડ્રોલિક ગ્રેબ બકેટ પેડલ રીક્ષા, 5 એચપી ફાઇટર, કપૂરની ગોટી, સાબુ સાથે રાખવા જોઈએ. યાંત્રિક સાધનો વડે સફાઈ કરનારા કર્મચારીઓને સેફ્ટી માટે પૂરતા તમામ સાધનો પૂરાં પાડવા ફરજિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *