વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરા(Vadodara)ના વાઘોડિયા(Vaghodia) નજીક એક્ટિવા સવાર બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીને પૂરપાટ જઇ રહેલા ડમ્પરે(Dumper) અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયર(Tires)માં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ અકસ્માત(Accident)માં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જેમાં એક કાર્યકર સહિત બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. આજથી પરીક્ષા શરૂ થતાં જ ત્રણેય વિદ્યાર્થીઓ સવારે પરીક્ષા આપવા માટે નીકળી ગયા હતા. વાઘોડિયા પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ, વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આજે સવારે ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે એકટીવા પર કોલેજ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન, અલવા ગામ તરફથી પૂરપાટ આવી રહેલા ડમ્પરે એક્ટિવા સવાર વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. ડમ્પરે અડફેટે લેતાં એક્ટિવાસવાર સહિત ત્રણેય ડમ્પરના પાછળના વ્હીલમાં બંને વિદ્યાર્થિની ફસાઈ ગઇ હતી અને એક્ટિવાચાલક વિદ્યાર્થીનો પગ પણ વ્હીલમાં ગયો હતો.
જાણવા મળ્યું છે કે, આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા પર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વાજીદઅલી અને ખુશીને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતાંની સાથે સ્થાનિકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓનાં ટોળાં ભેગા થઇ ગયાં હતાં અને ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક વાઘોડિયા ખાતે દોડી ગયા હતા. આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલી ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે અને બંને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. આજે પાયલને કોલેજમાં રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.