લોકોના જીવ બચાવવા માટે નીકળેલી એમ્બ્યુલન્સ પર જ મોતનો પ્રહાર, ગર્ભવતી મહિલા સહિત ચાર લોકોના જીવ ગયા

Ambulance Accident Mirzapur: ઉત્તર પ્રદેશના મીરઝાપુર જિલ્લામાં શનિવારે એક ભયંકર રોડ દુર્ઘટના માં 4 લોકોના જીવ ગયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. જાણકારી મળતાની સાથે પહોંચેલી પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે (Ambulance Accident Mirzapur) અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના અહરૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના વારાણસી શક્તિનગર રોડ સ્થિત હનુમાન ઘાટી પાસે થઈ હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સોનપદથી એક ટ્રક વારાણસી તરફ જઈ રહેલ એક એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં ગર્ભવતી મહિલા હીરાવતીને ડિલિવરી માટે વારાણસી લઈ જવામાં આવી રહી હતી. ટક્કર અને પલટી ખાવાને કારણે એમ્બ્યુલન્સમાં સવાર હીરાવતી, સુરજ, માલતી, રામુ અને એક અજ્ઞાત વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

તેમજ કૌશલ કુમાર અને એમ્બ્યુલન્સ ચાલક ભંડારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ઘટના અંગે જાણ થતા ની સાથે જ પોલીસ ઘટનાએ પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. તમામ કાર્યોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી ગંભીર રીતે ઘાયેલો ને વારાણસી ટ્રોમા સેન્ટર મોકલી દેવામાં આવ્યા હતા.

મામલામાં અધિકારીઓનું નિવેદન આવ્યું સામે
ઉપ જિલ્લા અધિકારી રાજેશ વર્માએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થવાની પુષ્ટિ થઈ છે. ઘાયલ વાહન ચાલક ભંડારી એ જણાવ્યું હતું કે પાછળથી ટક્કર મારી અને પછી એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. સ્થાનિક પ્રશાસાને ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.