મધ્યપ્રદેશ(Madhya Pradesh): ઉજ્જૈન(Ujjain)ના ઈંગોરિયા(Ingoria)માં ડીજે પર ડાન્સ કરતી વખતે એક યુવક અચાનક બેહોશ થઈ ગયો. તે પછી તેને ભાન જ ન આવ્યું. મિત્રો તેને જિલ્લા હોસ્પિટલ(Hospital)માં લઈ જવામાં આવ્યો અને ત્યાંના ડોક્ટરો(Doctors) દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પવાંસા(Pavansa) પોલીસ દ્વારા હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
પવાંસા પ્રભારી ગજેન્દ્ર પચોરિયાએ જણાવ્યું હતું કે, ઉજ્જૈન પાસે ગ્રામ અમ્બોદિયા ડેમ નજીક રહેતો 18 વર્ષનો યુવક લાલ સિંહ તેના મિત્ર વિજયના લગ્નમાં તાજપુર આવ્યો હતો. ગુરુવારે સવારે વિજયની જાન જવાની હતી. ત્યારે ગુરુવારે રાતે 12:30 વાગ્યે લાલ સિંહ તેના મિત્રો સાથે ડીજે પાછળ ડાન્સ કરતો હતો. તેના મિત્રોએ જણાવ્યું હતું કે, રસ્તામાં એકવાર લાલ સિંહે પાણી પીધું હતું અને ફરી ડાન્સ શરૂ કરી દીધો હતો.
ડાન્સનો વીડિયો બનાવતી વખતે મોત – જાનમાં ડીજેની પાછળ ડાન્સ કરતો હતો, પડ્યો તો ફરી ઊભો જ ના થઈ શક્યો#dance #death #ujjain #trishulnews #dancing pic.twitter.com/A6OhnA9UwF
— Trishul News (@TrishulNews) May 7, 2022
આ દરમિયાન, લાલ સિંહ અચાનક બેભાન થઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, મિત્ર પૂરણ સિંહ તેને તરત તાજપુરમાં ડોક્ટર પાસે લઈ ગયો હતો. ત્યાંથી તેને ઉજ્જૈન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ, ત્યાં જિલ્લા હોસ્પિટલમાં લાલ સિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવક આઈટીઆઈનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.
લાલ સિંહ લાઈફમાં ડાન્સ કરતો વીડિયો બનાવી રહ્યો હતો. તેના મોબાઈલના વીડિયોમાં તે મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. 14-15 સેકન્ડના આ વીડિયોમાં તેના ચહેરા પર થાક નથી. વીડિયો બનાવતાની સાથે જ તે રોડ પર પડી ગયો હતો. એક સાથે નાચતા મિત્રોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. તેને પાણી પિવડાવવાની કોશિશ કરી પરંતુ, તે ભાનમાં જ ના આવ્યો.
ડૉ. જિતેન્દ્ર શર્માએ જણાવ્યું કે, ડીજે અને અન્ય મોટા સ્પીકર્સથી અબનોર્મલ મૂવમેન્ટ આવે છે. આ કારણે ડેસિબલ અવાજની મોટી માત્રા માનવ શરીરને નુકસાન પહોંચાડે છે. તે હૃદય અને મગજ બંનેને અસર કરે છે. જેથી તેનું ડાન્સ કરતા કરતા મોત થયું. તેના હાર્ટમાં ક્લોટ નોંધાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.