હાલમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘરકંકાસ, આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ નજીવી બાબતને લીધે લોકો આપઘાત કરી લેતાં હોય છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીને લીધે કેટલાંક લોકોને તો ભૂખ્યા સુવાનો વારો આવ્યો છે.
ઝેરી દવા ગટગટાવીને અથવા તો ગળેફાંસો ખાઈને લોકો આપઘાત કરી લેતાં હોય છે. આપઘાતના બનાવોની સાથે જ માર્ગ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી. એસ.બાવાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બાવાનો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગ્યે સુભાષ નગરમાં આવેલા પાર્કમાં ગ્રિલ સાથે લટકાયેલા જોવા મળ્યો હતો. 58 વર્ષિય બાવા પશ્ચિમી દિલ્હીના ફતેહનગરમાં રહેતા હતા.
પોલીસને ન મળી સુસાઈડ નોટ:
પાર્કમાં ફરી રહેલ લોકોએ પોલીસને જાણ કરતાં જણાવ્યું હતું કે, પાર્કમાં કોઈ શખ્સનો મૃતદેહ લટકી રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારપછી મૃતકની ઓળખાણ જીએસ બાવા તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળ પરથી કોઈ નોટ મળી નથી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.