જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે એ માટે સરકાર દ્વારા રાશન વિતરણની સુવિધા કરવામાં આવી છે ત્યારે હાલમાં આને લઈ જ એક સમાચાર સામે આવ્યા છે. CM અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓની માટે ડોર-સ્ટેપ ડિલીવરી સેવાની શરૂઆત કરવા માટે જઈ રહ્યાં છે.
આ ઘોષણા થયા પછી હવે ગ્રાહકોને રાશનની દુકાનો પર લાઈન લગાવવાની જરૂર પડશે નહીં. દિલ્હીના રાશનકાર્ડ ધારકોને માર્ચ મહિનાથી રાશન માટે ક્યાંય પણ જવાની જરૂર નથી. CM અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓની માટે ડોર-સ્ટેપ ડિલીવરી સેવાની શરૂઆત કરવા માટે જઈ રહ્યાં છે.
પ્રજાસત્તાક દિન પર કેજરીવાલ સરકાર દ્વારા 3 જાહેરાત કરવામાં આવી છે કે, જેમાં દિલ્હીમાં માર્ચ મહિનાથી રાશનની ડોર સ્ટેપ ડિલીવરીની શરૂઆત થશે. વર્ષના અંત સુધીમાં લોકોને આરોગ્ય કાર્ડ મળવાની શરૂઆત થઈ જશે. ઝૂંપડપટ્ટીવાસીઓને ટૂંક જ સમયમાં ફ્લેટ મળવાની શરૂઆત થઈ જશે. યમુના પણ સાફ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમારું સપનું હતું છે કે, ગરીબ લોકોએ તેમના ઘરે રાશન મળવું જોઈએ. આ સપનું માર્ચ મહિનામાં પૂર્ણ થવા માટે જઈ રહ્યું છે.
ઘરે જ સાફ રાશન મળશે :
મુખ્યમંત્રી જણાવે છે કે, હાલમાં રાશનની દુકાન ખુલતી નથી, ઘણીવખત રાશનની દુકાનના માલિક ખરાબ વર્તન કરતાં હોય છે, તો ક્યારેક લોકોને પૂરું રાશન મળી રહેતું નથી. આ સુવિધા હેઠળ કાર્ડધારકને કુલ 25 કિલો ઘઉં તથા કુલ 10 કિલો ચોખા મળશે તેમજ સાફ પેકિંગની સાથે ઘરે પહોંચાડવામાં આવશે.
રાશનની દુકાને જઈને પણ અનાજ લઈ શકાશે :
આ સુવિધા પછી હવે ગ્રાહક પાસે રાશન લેવાના 2 વિકલ્પ રહેશે એટલે કે, ગ્રાહકો રાશનની દુકાન પર જઈને પહેલાંની જેમ રાશન લઈ શકે છે અથવા તો તેઓ રાશનની હોમ ડિલીવરીનો વિકલ્પ પસંદ કરી શકે છે. ગ્રાહકો સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ સિસ્ટમ અંતર્ગત રાજ્યના લોકો અન્ય રાજ્યમાં જઈને રાશન મેળવી શકે છે. આની માટે તેમને નવું રાશનકાર્ડ લેવાની જરૂર પડતી નથી.
હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે :
દિલ્હીમાં રહેતા તમામ નાગરિકની માટે અમે આરોગ્ય કાર્ડ આપવા માટે જઈ રહ્યા છીએ. આ હેલ્થ કાર્ડ એવું હશે કે, તમે તે કાર્ડને કોઈપણ હોસ્પિટલમાં લઈ જઈ શકશો, તમારી પાસે હેલ્થ ID હશે તથા તમારા બધાં જૂના રેકોર્ડ્સ તે હેલ્થ કાર્ડની અંદર હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle