ફરી એકવાર વિવાદોમાં આવી દિલ્હી મેટ્રો- ‘આ બધુ ઘરે જઈને કરો…’, કહેતા જ કપલ અને આંટીઓ વચ્ચે થઈ બબાલ

Couple fight with aunties in delhi metro: દિલ્હી મેટ્રોનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બે મહિલાઓ…

Couple fight with aunties in delhi metro: દિલ્હી મેટ્રોનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ બે મહિલાઓ સાથે માથાકૂટ કરતું જોવા મળી રહ્યું છે. મેટ્રોમાં આંટીને કપલનો ઊભો રહેવાનો અંદાજ પસંદ આવ્યો નહોતો, તેથી તેમણે આ કપલને થોડુક ટોકી દીધું. આ કપલ આંટી(Couple fight with aunties in delhi metro)સાથે માથાકૂટ કરવા લાગ્યું, તે દરમિયાન કોઈએ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો, અને હાલ આ વીડીયો વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકો છો કે, એક આંટી કપલની આ પ્રકારની હરકતોને કારણે ચિઢાઈ ગયા હતા. ત્યારપછી તેઓ કપલ સાથે બહેસ કરવા લાગે છે. આંટી કપલને કહે છે કે, ‘જે કરવું હોય તે ઘરમાં કરો અહીંયા કઈ નહીં, થોડી શરમ આવવી જોઈએચ તમને.’ જેના જવાબમાં છોકરો કહે છે કે, ‘ઊભા રહીને વાત કરવામાં શું ખોટું છે અને આમાં શરમ શેની.’ ત્યારપછી આ વાત ખૂબ જ વધી જાય છે અને કપલ તથા આંટી વચ્ચે થોડી રકઝક થવા લાગે છે. કપલ કહે છે કે, ‘તમને બોલવાનો કોઈ હક નથી, તમ્રે તમારા કામથી મતલબ રાખવાનો.’

ટ્વિટર પર આ વિડીયો @gharkekalesh હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે અને ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે, મેટ્રોમાં આંટીને કપલનો ઊભો રહેવાનો અંદાજ પણ પસંદ ના આવ્યો. આ સમગ્ર મામલો દિલ્હી મેટ્રો છે. તારીખ 26 જૂનના રોજ આ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં આ વિડીયોને 7.4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વિડીયો બાબતે ખૂબ જ વધુ પ્રમાણમાં કમેન્ટ કરવામાં આવી રહી છે.

એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘દિલ્હીમાં આજકાલ શું ચાલી રહ્યું છે. શું મારે દિલ્હી ટ્રિપ કેન્સલ કરી દેવી જોઈએ.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આંટીએ વગર કામનો પંગો લેવાની કોશિશ કરી છે.’ અન્ય એક યૂઝર જણાવે છે કે, ‘આંટી તમારે ઊભા થઈને થપ્પડ મારી દેવો જોઈએ, તો જ એમને ખબર પડી હોત.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *