દેશમાં એપ્લીકેશન બનાવી મહિલાઓનુ થતું હતું ખરીદ-વેચાણ: જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

દિલ્હી: દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સાયબર સેલે ‘સુલી ફોર સેલ(Sully for Sale)’ નામની એપના મામલે એફઆઈઆર નોંધી છે. આ કેસમાં સાયબર સેલે તપાસ ટીમ બનાવીને આ મામલે તપાસ શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે, ‘સુલી ફોર સેલ(Sully for Sale)’ નામની એક એપ ટ્વિટર પરથી મુસ્લિમ મહિલાઓના ફોટા ચોરી કરીને હોસ્ટિંગ પ્લેટફોર્મ GITHUB ની મદદથી બનાવવામાં આવી હતી. આ એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટા મૂકીને તેમની હરાજીની વાત કરવામાં આવી રહી છે. ઇસ્લામમાં સુલી(Sully) શબ્દનો ઉપયોગ સ્ત્રીઓ માટે અપમાનજનક શબ્દ તરીકે થાય છે.

આ એપમાં 80 થી વધુ મુસ્લિમ મહિલાઓના ફોટો, નામ અને ટ્વિટર હેન્ડલ્સ આપવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનની ટોચ પર તે લખ્યું હતું -FIND UR SULLI DEAL OF THE DAY. આ એપ્લિકેશન પર ક્લિક કરવા પર દરેક મુસ્લિમ મહિલાનનો ફોટો, નામ અને ટ્વિટર હેન્ડલની માહિતી વપરાશકર્તા સાથે શેર કરવામાં આવી રહી હતી. આ એપ વિશેની માહિતી ત્યારે સામે આવી જ્યારે ટ્વિટર પર લોકોએ તેના વિશે લખવાનું શરૂ કર્યું.

મળતી માહિતી મુજબ આ ઓપન સોર્સ એપ ગિટહબ પર બનાવવામાં આવી હતી. જો કે સોમવારના રોજ સાંજે ગિટહબ દ્વારા તેને દૂર કરવામાં આવી હતી. ગિટહબની સીઓઓ એરિકા બ્રેસીયાએ ટ્વીટ કર્યું છે કે આ એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જો કે તેમણે આ બધું કેવી રીતે થયું તે જણાવ્યું નહોતું.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ‘સુલી ફોર સેલ(Sully for Sale)’ એપ્લિકેશન જૂનના બીજા અઠવાડિયામાં શરૂ કરવામાં આવી હતી. આ અંગેની સૌથી વધુ પ્રવૃત્તિ 4-5 જુલાઇની વચ્ચે થઈ હતી. તે સોફ્ટવેર કોડિંગ પ્રદાતા પ્લેટફોર્મ ગિટહબ પર બનેલ એક ઓપન સોર્સ કમ્યુનિટિ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન હવે ગિટહબ પર નથી. કે તેની ડીઝાઇન કોણે કરી તે વિશે કોઈ માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *