આજે પીએમ મોદી એ દિલ રામલીલા મેદાનમાં “આભાર રેલી”ને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે દિલ્હીની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પર નિશાન તાકિયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી છેલ્લાં પાંચ વર્ષમાં 70 વાયદાઓ કર્યાં, પરંતુ એક પણ પુરો ના થયો. આ સાથે તેઓ એ નાગરિક સંશોધન કાયદા પર કોંગ્રેસ સાથેના વિપક્ષને ઘેરી લીધો. આ લોકો પોતાના રાજકારણ માટે, પોતાના સ્વાર્થ માટે, કઈ હદ સુધી જઈ શકે છે તે તમે જોયું જ હશે.
#WATCH: PM Modi addresses a rally at Ramlila Maidan in Delhi https://t.co/BqdNaM3p8j
— ANI (@ANI) December 22, 2019
મને મારો, પરંતુ હિંસા ન કરો :
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” હું આ લોકોને કહેવા માગું છું કે મોદીને દેશની જનતાએ બેસાડ્યો છે. આ તમને પસંદ નથી આવતું તો તમે મોદી ને ગાળો આપો, વિરોધ કરો, મોદીના પૂતળા સળગાવો. પરંતુ દેશને સંપત્તિને ન સળગાવો, ગરીબની રીક્ષા ન સળગાવો, ગરીબ ની ઝૂંપડી ન સળગાવો. ” સાથે તેમણે પોલીસ પર હુમલા કરનાર ને પણ આડા હાથે લીધા. તેમણે કહ્યું કે પોલીસની સાથે ઊભો રહેવું જોઈએ.
CAA પર પણ તેમણે વાત કરી :
રેલીમાં તેમણે કહ્યું કે આજે છે લોકો કાગળ-કાગળ, સર્ટીફીકેટ-સર્ટીફીકેટ ના નામે મુસ્લિમોને ભ્રમિત કરી રહ્યા છે, તેમને યાદ રાખવું જોઈએ કે અમે ગરીબોની ભલાઈ માટે, યોજનાના લાભાર્થી પસંદ કરતી વખતે ક્યારેય કાગળ માંગ્યા નથી. પીએમ મોદીએ કહ્યું કે સ્કૂલ બસ ઉપર હુમલા થયા, ટ્રેનો પર હુમલા થયા, મોટરસાયકલ, ગાડી, સાયકલ, નાની નાની દુકાનો ને સળગાવવામાં આવી, ભારતના ઈમાનદાર ટેક્સ પેયરના પૈસા થી બનેલ સરકારી સંપત્તિને રાખ કરી દેવામાં આવી. હવે એમના ઈરાદા કેવા છે તે દેશ જાણી ગયો છે.
દિલ્હીની ચૂંટણી પર પણ વાત કરી :
રામલીલા મેદાનમાં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, “ચૂંટણી આવતી હતી તો તારીખ આગળ વધી જતી હતી, બુલડોઝર ના પૈડા થોડા સમય માટે અટકી જતા, પરંતુ સમસ્યા ત્યાંને ત્યાં જ રહી જતી.” વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તમારી આ ચિંતામાંથી મુક્ત કરવા અને આ સમસ્યાના કાયમી નિદાન માટે આ લોકોએ ક્યારેય ઈમાનદારી અને નીતિ બતાવી નથી. “તમે વિચારો કે જેમના પર તમારા ઘર કાયમી કરવા માટે તમે ભરોસો કર્યો હતો, તેઓ શું કરી રહ્યા છે?”