પતિને મળે શહીદનો દરજ્જો, પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ શુભમની પત્નીએ સરકાર પાસે કરી માંગ

Shubham should be given martyr status: પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ શુભ દ્રિવેદીની પત્ની આસાન્યાએ પતિ માટે શહીદના દરજ્જાની માંગ કરી છે. એક એજન્સીના જણાવ્યા અનુસાર આસન્યાનું કહેવું છે કે શુભમને પોતાની જાતને હિન્દુ જણાવી ગર્વથી પોતાનો જીવ (Shubham should be given martyr status) કુરબાન કરી દીધો હતો અને ઘણા લોકોના જીવ બચાવ્યા હતા. આતંકીઓ દ્વારા પહેલી ગોળી મારા પતિને મારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કાનપુરના 31 વર્ષીય શુભમના લગ્ન 12 ફેબ્રુઆરીના રોજ આસાન્યા સાથે થયા હતા. તે એ 28 લોકોમાં સામેલ હતા જેમણે આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં બેસરણ ઘાટીમાં ધર્મ પૂછીને ગોળી મારી હતી.

શુભમનો ગુરૂવારના રોજ તેના ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. શુભમને શહિદનો દરજ્જો મળવો જોઈએ અને હું સરકાર પાસે આના સિવાય બીજી કોઈ માંગણી મુકતી નથી. જો સરકાર મારી આ ઈચ્છાનો સ્વીકાર કરે છે, તો મારી પાસે જીવન જીવવાનું એક કારણ હશે.

ધર્મ પૂછીને જે ગોળી ચલાવે છે તેને ખતમ કરી દેવા જોઈએ
આસાન્યા એ કહ્યું કે જે કોઈપણ નામ અને ધર્મ પૂછીને ગોળી ચલાવે છે, તેને ખતમ કરી દેવા જોઈએ. 22 એપ્રિલની ઘટનાને યાદ કરતા આસાન્યાએ કહ્યું કે જ્યારે આતંકવાદીઓ તેને અને શુભમની પાસે આવ્યા અને તેણે ધર્મ વિશે પૂછ્યું તો તેમણે લાગ્યું કે તે પતિ સાથે સાથે મજાક કરી રહ્યા છે.

જેવા તેઓ આવ્યા તેમાના એકે પૂછ્યું કે અમે હિન્દુ છીએ કે મુસલમાન? મને લાગ્યું કે તેઓ મજાક કરી રહ્યા છે. હું પાછળ ફરી હસી અને પૂછ્યું કે શું થઈ રહ્યું છે? તેમણે પછી તેનો તે જ સવાલ ફરી પૂછ્યો અને જેવો મેં જવાબ આપ્યો કે અમે હિન્દુ છીએ તો ગોળી ચાલી અને મારા માટે બધું જ ખતમ થઈ ગયું. શુભમનો ચહેરો લોહીથી લથપથ હતો. હું સમજી ન શકી કે આખરે આ ચાલી શું રહ્યું છે?

સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા
આતંકીઓને મને પણ ગોળી મારવા માટે કહ્યું, પરંતુ તેમણે તે કહેતા ના પાડી દીધી કે તારે જીવતું રહેવાનું છે. જેથી તે જઈને સરકારને જણાવી શકે કે તેમણે શું કર્યું હતું. તેમજ શુભમના પિતા સંજય તે વિસ્તારમાં સુરક્ષાકર્મીઓની ગેરહાજરી પર અફસોસ વ્યક્ત કર્યો અને દાવો કર્યો છે કે સેનાના જવાનોએ લગભગ એક કલાક બાદ આ વિસ્તારને કંટ્રોલમાં લીધો હતો.