પાકિસ્તાનમાં આવેલ શક્તિપીઠ હિંગળાજ મંદિરની પ્રતિમાને કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી તોડફાડ -જુઓ દ્રશ્યો

51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનમાં આવેલ છે. પાકિસ્તાનમાં દરરોજ ત્યાના લઘુમતીઓ, ખાસ કરીને તો હિન્દુઓ પર કરવામાં આવી રહેલ અત્યાચાર તેમજ એમનાં મંદિરમાં તોડફોડ કરવાની ઘટના અટકવાનું નામ લઈ રહ્યું નથી. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ શક્તિપીઠ આવેલ છે, જે ત્યાં પાકિસ્તાનના વૈષ્ણોદેવી તરીકે જાણીતું છે.

બલુચિસ્તાનમાં હિંગોલ નદીનાં કાંઠે આવેલ હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠોમાંનું એક છે. શાસ્ત્રો પ્રમાણે, અહીં પર દેવી સતીનું બ્રહ્મરંધ્ર (મસ્તિષ્ક) પડ્યું હતુ. આ મંદિરને હિંગળાજ માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

ભારતની વૈષ્ણોદેવીની ગુફાની જેમ અહીંયા પણ માતા ગુફાની અંદર બિરાજમાન છે. આ હિંગળાજ માતાની પાકિસ્તાનના અમુક વિસ્તારોમાં હિન્દુઓ આસ્થાની સાથે પૂજા કરે છે. આવું અન્ય એક મંદિર સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં આવેલ નાગરપારકર નામની જગ્યામાં આવેલ છે પરંતુ દુર્ગાપૂજાની વચ્ચે એવી જાણકારીમ મળી છે કે, જેણે પાકિસ્તાનમાં લઘુમતીઓનાં ધાર્મિક સ્થળો વિશે કટ્ટરપંથીઓની વિચારસરણીનો પર્દાફાશ કર્યો છે.

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ મા દુર્ગાની મૂર્તિને ખંડિત કરી :
કટ્ટરપંથીઓએ સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં આવેલ નાગરપારકર નામની જગ્યાએ શુક્રવારે કટ્ટરપંથીઓએ મા દુર્ગાની મૂર્તિને ખંડિત કરી હતી. આટલું જ નહી પરંતુ હુમલાખોરોએ મંદિરમાં તોડફોડ પણ કરી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનનાં મંદિરોમાં તોડફોડની ઘટનાએ જોરદાર વેગ પકડ્યું છે. થોડા દિવસ અગાઉ સિંધમાં એક મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

હિન્દુ સમુદાયમાં ભારે રોષ :
આ મંદિરના પૂજારીએ જણાવતાં કહ્યું હતું કે, અમુક લોકો મધ્યરાત્રિના સમયે મંદિરનાં આંગણમાં પ્રવેશ્યા હતા. એમણે દરવાજો બંધ કરીને મૂર્તિ તોડી નાખી હતી. એમણે જણાવ્યું કે, હુમલાખોરોએ હિંગળાજ માતાની મૂર્તિના માથાના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું તેમજ માતાના વાહનના ચહેરાને પણ તોડી નાખ્યો હતો. હુમલાખોરોએ માતાના મંદિરમાં તોડફોડ કરતાં ખુબ નુકસાન કર્યું હતું. મંદિરના પૂજારીએ જણાવતાં કહ્યું હતું કે, પોલીસે હજુ સુધી હુમલાખોરોની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

પાકિસ્તાનની પોલીસ દ્વારા આરોપીઓને બચાવવાના પ્રયત્ન :
આ પ્રકારની ઘટના પાકિસ્તાનમાં હજુ બે સપ્તાહ અગાઉ બની હતી, જ્યાં પાકિસ્તાનમાં દક્ષિણ તેમજ પૂર્વ સિંધ પ્રાંતમાં બીજાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને મહંમદ ઇસ્માઇલ નામની એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. મળેલ જાણકારી પ્રમાણે, ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો છે કે, બાદિન જિલ્લામાં આવેલ એક મંદિરમાં રાખવામાં આવેલ મૂર્તિઓને શંકાસ્પદ મહંમદ ઇસ્માઇલે એના સાથીદારો સાથે તોડી નાખી હતી.

આ ઘટના પછી ત્યાંથી ફરાર થઈ ગયાં હતા.બાદિન પોલીસના એક પ્રવક્તાએ જણાવતાં કહ્યું હતું કે, ફરિયાદ મળ્યાના થોડા કલાકોમાં જ શંકાસ્પદ મહંમદ ઇસ્માઇલની ધરપકડ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, આવા ઘણાં કેસમાં પાકિસ્તાન પોલીસ પર હુમલો કરનારને માનસિક રીતે પાગલ ગણાવીને આરોપીને બચાવવાના આરોપ પણ લાગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *