ગુજરાત(Gujarat): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલી શકશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા હવેથી ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમ બદલી શકાશે. જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ સત્રમાં જ DEOને અરજી કરી દેવાની રહેશે.
વાલીઓ દ્વારા પણ કરવામાં આવી હતી માંગ:
ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી અને અંગ્રેજી સહિતના અલગ-અલગ માધ્યમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ દ્વારા માધ્યમ બદલી શકાતા નથી જેના કારણે તેઓને મુશ્કેલી પડે છે. જેથી, અલગ-અલગ માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવાની તક આપવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી.
શિક્ષણ સમિતિની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય:
આથી, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા માટે તક આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં આ ચર્ચાને અંતે કારોબારી સમિતિ દ્વારા ધોરણ 9થી 12માં ગુજરાતી અને અંગ્રેજી સહિતના માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર સુધીમાં માધ્યમ બદલવાની તક આપવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.