ડાયમંડ સિટી સુરતનો હિરો ઝાંખો? ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, રત્નકલાકારો બન્યા બેરોજગાર

Surat Diamond Industry: સુરતનો હીરા ઉદ્યોગ અંદાજે દસ લાખ કારીગરોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગના કુલ કારીગરો પૈકીના 80 ટકા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના વતની છે. હીરાની નિકાસમાં ઘટાડો થતાં કારખાનાંના માલિકોએ રત્નકલાકારોને(Surat Diamond Industry) છુટા કરી દેવાની ફરજ પડી છે. અથવા તો તેઓના પગારમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. જેને કારણે બેરોજગારીમાં અચાનક મોટો વધારો થયો છે અને આ બધું જ રશિયા અને યુક્રેનના શરૂ કરેલું યુદ્ધની અસરના કારણે થઇ રહ્યું છે.

રત્ન કલાકારોમાં ફફડાટ
દિવસેને દિવસે રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની રહી છે. વર્ષ 2008માં આ જ રીતે મંદીના માહોલના કારણે મોટાભાગના રત્નકલાકારો બેરોજગાર થઇ ગયા હતા અને ૫૦ થી વધુ રત્નકલાકારોએ આપઘાત કરી લીધો હતો. કેટલાક રત્નકલાકારોને રોજગાર માટે બીજા વિકલ્પ અપનાવવાની ફરજ પડી હતી. ત્યારે હાલ મંદીની આ પરિસ્થિતિમાં કોઈ ખરાબ અસર રત્નકલાકારોની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી જ હીરાબજારનો માહોલ કથળતો નજરે પડતો હતો. જ્યારે હવે ફરી મંદીના વાદળો ઘેરાતા રત્નકલાકારોમાં ફફડાટ ફેલાય ગયો છે.

રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે
હીરાઉદ્યોગમાં છેલ્લાં ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને જે લોકો ને કામ મળે છે તેમના પણ પગાર ઘટાડી દેવામાં આવ્યા છે અને પ્રોડક્શન કાપના કારણે ઘણા કારખાનામાં અઠવાડિયામાં ફરજિયાત બે રજા મળી રહી છે જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છેએક તરફ મોંઘવારી સતત વધી રહી છે. લોનના હપ્તા, મકાનના ભાડા તથા બાળકોની શિક્ષણ ફી સહિત તમામમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રત્નકલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે જેના કારણે કારીગરોને ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે.

16 મહિનામાં 62 રત્નકલાકારોએ આપઘાત કર્યો
સુરત હીરાઉદ્યોગમાં છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું છે ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનું પ્રયત્ન કરાયો છે. કપરા સમયમાં રત્નકલાકારોને આર્થિક મદદ કરવા અપીલ કરાઈ છે પરંતુ સરકાર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રા માથી જાગી નથી જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્નકલાકારો જીવ ગુમાવી રહ્યા છે હવે રત્નકલાકારોની સમસ્યાનું સમાધાન નહી કરવામાં આવે તો હજી પરિસ્થિતિ ખૂબ વિકટ થવાની શક્યતા છે

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રત્નકલાકારોને મેસેજ આપ્યો
સુરત હીરાઉદ્યોગના રત્નકલાકારોને આપઘાત કરતા અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું. યુનિયને રત્નકલાકારોને એક ખાસ અપીલ કરી છે કે આ સમય પણ રહેવાનો નથી. ભાઈઓ તમારા પરિવાર નો માળો વિખાય નહી એ જોજો. કેમ કે લાખો રૂપિયા ની ખોટ ભરપાઈ થઈ જશે પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો એની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પુરાય. તેથી નબળા વિચારોને તિલાંજલી આપો અને તમારે કોઈ તકલીફ હોઈ તો અમને વિના સંકોચે જાણ કરો આ કપરા સમય મા અમે તમારી સાથે છીએ.