હવામાન પલટાની વચ્ચે હાલમાં આ સિઝનનું પહેલું લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયું હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ તે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. જોકે સ્પષ્ટ રીતે આને લઈને કોઈ અનુમાન લગાવાઈ રહ્યું નથી. જણાવ્યું છે કે, આ ડીપ ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. આ દરમિયાન હવાની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
શુક્રવારે રાતે 11:30 વાગ્યે દબાણના વિસ્તારમાં આ વિસ્તાર અંડમાનમાં જોવા મળી રહ્યો હતો. હાલમાં આ પોર્ટપ્લેયરથી 500 કિલોમીટર દુર છે. આ ઉપરાંત આ યાંગૂનથી 500 કિમી દક્ષિણમાં સ્થિત છે. આના મ્યાનમાર તટથી ઉત્તર પૂર્વ તરફ જવાની સંભાવના લગાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત જણાવ્યું છે કે, ડિપ્રેશનના ચાલતા અંડમાનમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ અહીં 65 કિલોમીટરની સ્પીડથી ઝડપી હવા પણ ચાલી શકે છે. આવનારા 24 કલાક દરમિયાન માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન સ્કાઈમેટ વેધર મુજબ પૂર્વ આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં પણ હળવો વરસાદ ચાલૂ રહેશે.
કેરળ અને તમિલનાડુમાં એક અથવા બે જગ્યાઓ પર મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. વધુમાં જણાવ્યું છે કે, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, તેલંગાણા, કચ્છ અને ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ગરમીન પારો વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.