હાલમાં કોરોનાની મહામરીમાં સતત વધારો થતાંની સાથે જ સમગ્ર રાજ્યમાં ગઈકાલે રાજ્યમાં આવેલ સુરત શહેરમાં પાન-માવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જ એક મોટાં સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્યમાં ગુટખા તથા તમાકુનો પ્રતિબંધ હજુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
રાજ્યનાં DyCM નીતિન પટેલ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નીતિન પટેલે જાહેરાત કરતાં નશાનાં બંધાણીઓને મોટો ઝાટકો લાગ્યો છે. સમગ્રરાજ્યમાં ગુટખા તેમજ તમાકુનો પ્રતિબંધ મૂકાતાં હવે એનું વેચાણ, સંગ્રહ તથા વિતરણ પર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે.
શૈક્ષણિક સંસ્થાની કુલ 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ દુકાનદાર તથા વ્યક્તિ ગુટખા તેમજ તમાકુનું વેચાણ કરી શકશે નહીં. અંતિમ માત્ર 3 વર્ષમાં કુલ 11 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 હેઠળ સમગ્ર રાજ્યમાં આ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
ખાદ્યચીજમાં તમાકુ તથા નિકોટીન ઉમેરવું પણ પ્રતિબંધ જ ગણાશે.ગુજરાતનાં DyCM નીતિન પટેલ દ્વારા હાલમાં જ એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત મુજબ સમગ્ર રાજ્યમાં ગુટકા, તમાકુ તેમજ નીકોટીન યુક્ત પાન-મસાલાનું વેચાણ, સંગ્રહ તેમજ વિતરણ પરનો પ્રતિબંધ વધારે 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધારે સુદ્રઢ બને એની માટે વધુ 1 વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.DyCM નીતિન પટેલે જણાવતાં કહ્યું, કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ નિયમો તેમજ રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આની હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ તથા નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે.
ગુટકામાં તમાકું તેમજ નિકોટીનની હાજરી હોવાને કારણે માનવીનાં આરોગ્યને ખૂબ જ નુકશાન પહોચાડે છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીનાં સ્વાસ્થ્યને જાળવી રાખવાં માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાંથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિયમનો ભંગ કરનારની વિરુદ્ધ કડક રીતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews