BSFનાં જવાનોએ આઝાદીનાં અમૃત મહોત્સવની હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી- જુઓ બાઈક સ્ટન્ટનાં દિલધડક વિડીયો 

હાલમાં દેશના જવાનો પર ખુબ ગર્વ થાય એવા એક સમાચાર સામે આવ્યા છે. સ્વતંત્રતા દિનના 75 માં વર્ષની સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી…

હાલમાં દેશના જવાનો પર ખુબ ગર્વ થાય એવા એક સમાચાર સામે આવ્યા છે. સ્વતંત્રતા દિનના 75 માં વર્ષની સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે સીમા સુરક્ષા બળ પણ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં જોડાઈ ગયું છે.

આજે સીમા સુરક્ષા બળ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેર ડેવિલ્સ શો નું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી કે, જેમાં BSFના જવાનો દ્વારા બાઈક પર અનેકવિધ કરતબો બતાવવામાં આવ્યા હતાં. આ કરતબો જોઇને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

BSFના જવાનોએ સતત 5 દિવસ સુધી કરી શોની તૈયારી:
સાબરમતી રિવરફ્રન્ટમાં BSF દ્વારા સતત 5 દિવસથી ડેર ડેવિલ્સ શોની તૈયારી થઈ રહી હતી. આજે ડેર ડેવિલ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના BSFના વડા, અધિક ગૃહ સચિવ, શહેર પોલીસ કમિશનર સહિત કેટલાય લોકો ઉપસ્તિથ રહ્યા હતા. ગૃહમંત્રીએ લીલી ઝંડી આપીને BSFના જવાનોઈ કરતબો દેખાડ્યા હતા.

મહિલા અને પુરુષ ટીમે દિલધડક કરતબો બતાવ્યા:
જાંબઝ તથા સીમા ભવાની એમ પુરુષ તેમજ મહિલાની અલગ-અલગ ટીમ દ્વારા દિલધડક કરતબો દેખાડવામાં આવ્યા હતા. એક બાઈકથી 7 બાઈક પર અનેકવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા. મહિલાઓ પણ પુરુષ ટીમની જેમ દિલધડક કરતબો બતાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં 7 બાઈક પર 35 જવાનો ભારત દેશના ધ્વજ સાથે જોવા મળ્યા હતા.

દોઢ વર્ષ બાદ રિવરફ્રન્ટ પર કાર્યક્રમનું આયોજન:
સાબરમતી રિવરફ્રન્ટ પર અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કોરોનાને લીધે છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી નથી. આવા સમયમાં ખુબ લાંબા સમય પછી આજે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન થતા ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *