ગઈકાલે મધરાત્રે સર્જાયેલ ભયંકર અકસ્માત સર્જાયા પછી હાલમાં ફરી એકવાર આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સાવરકુંડલા તાલુકામાં આવેલ સીમરણ ગામનો પરિવાર પોતાની કાર લઇને રાંદલના દડવામાં માતાજીના દર્શન કરવાં માટે જઇ રહ્યો હતો. આ દરમિયાન અમરેેલી પાસે ચક્કરગઢના પાટીયા નજીક કાર ખાળીયામાં ઉતરી પલટી મારી જતા આ ગંભીર અકસ્માતમાં દેરાણી-જેઠાણીના મોત નીપજ્યા હતા.
આની સાથે જ કુલ 5 લોકોને સારવાર અર્થે અમરેલીની સિવીલમાં લઈ જવામાં આવ્યા છે. જીવલેણ અકસ્માતની આ ઘટના અમરેલી સાવરકુંડલા હાઈવે પર શેત્રુજી નદીના પુલથી આગળ ચક્કરગઢ દેવળીયાના પાટીયા નજીક સર્જાઈ હતી. સુરતમાં આવેલ પુણા ગામ વિસ્તારમાં અર્જુનનગરમાં રહેતા 67 વર્ષીય બાલુભાઇ ભગવાનભાઇ ધામેલીયા તથા તેનો પરિવાર કારમાં બેસીને દડવા માતાજીના મંદિરે દર્શન કરવાં માટે નીકળ્યો હતો.
સાંજના 5 વાગ્યાની આસપાસ આ કાર અહીથી પસાર થતી હતી ત્યારે ચાલકે કાબુ ગુમાવતા ખાળીયામાં પલટી મારી ગઇ હતી તેમજ ઢસડાઇને બાજુના ખેતરમાં પહોંચી ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં 58 વર્ષીય સવિતાબેન બાલુભાઇ ધામેલીયા તેમજ 55 વર્ષીય જયાબેન લાલજીભાઇ ધામેલીયા એમ બંને દેરાણી જેઠાણીના ઘટનાસ્થળ પર જ માેત નીપજ્યા હતા.
જયારે અકસ્માતમા ઘવાયેલા 72 વર્ષીય બાલુભાઇ ભગવાનભાઇની ઉપરાંત 72 વર્ષીય લાલજીભાઇ ભગવાનભાઇ તથા ફક્ત 8 વર્ષીય કિહાન રાકેશભાઇની સાથે જ 4 વર્ષીય હેત સંજયભાઇ સહિત કુલ 5 લોકોને ગંભીર ઇજા થતાં 108 મારફત તેમને સારવાર અર્થે અમરેલીની સિવીલમાં લઈ જવામા આવ્યા હતા. આની સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle