સોશિયલ મીડિયા(Social media) પર આવા ઘણા વીડિયો છે, જેમાં દેશી જુગાડની મદદથી ખરાબ થયેલ ઘણા કામો કરવામાં આવે છે. જો કે, આમાં ઘણું જોખમ પણ હોય છે. દેશી જુગાડનો ભારતમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. વિદેશમાં આને લાઈફ હેક ટ્રીક કહેવામાં આવે છે. જુગાડનો ઉપયોગ કરતી વખતે આપણને ઘણી વખત સફળતા મળે છે અને ઘણી વખત સફળતા મળતી નથી. તો ચાલો અમે તમને એવા જ એક દેશી જુગાડ વિશે જણાવીએ, જેના વિશે જાણ્યા પછી તમે ચોંકી જશો.
અચાનક એરક્રાફ્ટનું એન્જિન હવામાં થયું બંધ:
ઘણી વખત લોકો બગડતા કામ માટે દેશી જુગાડનો સહારો લે છે. કેટલાક લોકો દેશી જુગાડના નામે હદથી વધારે ટ્રીકનો ઉપયોગ કરે છે, જેના કારણે તેની મજાક ઉડાવવામાં આવે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એરક્રાફ્ટનું એન્જિન હવામાં બંધ થઈ જાય છે. ત્યાર પછી પાયલોટે કર્યો એવો જુગાડ, કે જેને જોઈને તમારા હોંશ ઉઠી જશે. હા, પાયલોટે પોતાની જાતને એરક્રાફ્ટ સાથે બાંધી દે છે અને ત્યાર પછી બહાર આવીને પંખાને આગળથી શરુ કરે છે.
View this post on Instagram
માત્ર એક જુગાડથી એન્જીન થયું રીસ્ટાર્ટ:
આ યુક્તિથી બંધ થયેલું વિમાન ફરીથી શરુ થાય છે. પાયલોટને ખાતરી ન હતી કે આમ કરવાથી એરક્રાફ્ટ ફરીથી ઉડાન ભરી શકશે, પરંતુ તેણે તેમ છતાં પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યો. આ જુગાડથી તે મોટી મુશ્કેલીમાંથી બચી ગયો. એરક્રાફ્ટને ફરીથી શરૂ કરવાની આ પદ્ધતિ કામ કરી ગઈ. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.