જે લોકોને જીવનમાં સફળતા(Success) પ્રાપ્ત કરવી જ હોય છે, તેઓ ગમે તેવી પરિસ્થિતિ હોવા છતાં પણ નક્કી કરેલી સિદ્ધિ મેળવીને જ રહે છે. ત્યારે આજે આપણે એક એવી જ દીકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાને મોટી બીમારી હોવા છતાં પણ સખત મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરી પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
મળતી માહિતી અનુસાર, યાશી કુમારી નામની દીકરી ગોરખપુરની રહેવાસી છે. આ દીકરીને પહેલાથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે અને તેમ છતાં બીમારીને વચ્ચે લાવ્યા વગર પોતાની મહેનતથી આ દીકરી આગળ વધી હતી અને MBBS કોર્સ કરવા માટે પહેલા જ પયાસમાં સફળતા મેળવી હતી. ત્યારે આ દીકરી હવે ડોક્ટર બનશે અને તે બીજા લોકોની પણ સેવા કરશે અને પોતે આત્મનિર્ભર પણ બની જશે.
જાણવા મળ્યું છે કે, યાશીનો પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે અને તેમના પિતા ઓટો ડ્રાઈવરનું કામ કરે છે. એકદમ સામાન્ય પરિવારમાંથી હોવા છતાં પણ દીકરીના પિતા મનોજ કુમારે દીકરીની સારવાર કરવા માટે કોઈ પણ કસર નથી છોડી નથી. દીકરીને નાનપણથી જ આ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પણ પરિવારે દીકરીના અભ્યાસ માટે કોઈ પણ કસર નથી છોડી અને દીકરીએ પણ સારો અભ્યાસ કર્યો છે.
દીકરી અભ્યાસમાં ખુબ જ હોશિયાર હતી તો તેને MBBS મેડિકલ પરીક્ષા માટે અરજી કરી હતી અને તેની માટે ઘણી મહેનત પણ કરી હતી અને પહેલા જ પ્રયાસે સફળતા મેળવી હતી. દીકરીએ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ હિંમત હારી નથી અને આગળ વધતી ગઈ. તેમજ દીકરીની સારવાર કરાવવા પરિવાર પ્રયાગરાજ આવ્યો અને ત્યાં થોડો ફરક પડ્યો હતો.
માહિતી મળી આવી છે કે, તેની પસંદગી હાલમાં ધોરણ બાર પછી આપણા દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં થઈ ગઈ છે અને હવે તે ત્યાં તેનો સારો અભ્યાસ કરીને જીવનમાં આગળ વધશે અને પરિવારનું નામ પણ રોશન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.